હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી.એડ્., એમ.એડ્.ની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ
રખેવાળ ન્યુઝ, પાટણ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માટે ઓનલાઈન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જેમાં બીએડ્. એમ.એડ્.,એમ.એસ.સી,એમ.એસ.ડબલ્યુ, એમ.આર.એસ વગેરે જેવા કોર્સ ના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે આ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૦. ૦૬.૨૦૨૦ છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઈટ છે. હાલ જે વિદ્યાર્થીઓને સેમ ૬ની પરીક્ષા આપવાની બાકી છે તેવા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકશે. સેમેસ્ટર ૬નું પરિણામ આવ્યા બાદ મેરીટ બનાવવામાં આવશે.આ વખતે ઓનલાઈન ફોર્મ ભરીને વેરિફિકેશન માટે કોઈ પણ કોલેજમાં જવાનું રહેશે નહીં. ફોર્મનુ વેરિફિકેશન પણ ઓનલાઇન જ થશે, વેરિફિકેશન થઈ ગયા બાદ વિદ્યાર્થીને જીસ્જી થી જાણ કરવામાં આવશે.જો ફોર્મ માં કોઈ ભૂલ હશે તો પણજીસ્જી થી જાણ કરવામાં આવશે. ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. જો ફોર્મ માં કોઈ અધુરી વિગત હશે અથવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નઇ હોય તો ફોર્મ રદ કરવામાં આવશે. ફોર્મ ની ફી ૩૦૦ રૂપિયા ઓનલાઈન ભરવાની રહેશે.
વિદ્યાર્થીને જો ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૫૮૨૭૦૯ ઉપર સવારના ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી ફોન કરી શકશે. આ હેલ્પ લાઇન નંબર બપોરે ૧ઃ૦૦ થી ૧ઃ૩૦ બંધ રહેશે.