સિદ્ધપુર શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
હવામાન વિભાગની આગાહીને પગલે ફરી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સવા મહીના બાદ સિદ્ધપુર શહેર સહિત પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળોથી ઘેરાયું હતું. જે બાદ એકાએક ધોધમાર વરસાદ શરુ થયો હતો જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.
સિદ્ધપુરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદ વરસવાને લઈને રોડ પર પાણી ભરાયા હતા. સવા મહિના બાદ વરસાદ વરસવાને લઈને શહેરીજનો વરસાદમાં ભીંજાવાની મજા પણ માણી હતી.તેમજ ગરમીના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો પાટણ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડો પવન ફૂંકાયો હતો.