મતદાનના દિવસે મત આપીને તંદુરસ્ત લોકશાહીમાં પોતાનું યોગદાન આપો : ડીડીઓ

પાટણ
પાટણ

જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી અધિક કલેકટરે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું: આગામી ૭ મી મેના રોજ પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાન થવાનું છે. ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લાના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર જોડાયેલા છે.

આ અધિકારીઓ,કર્મચારીઓ મતદાનની પ્રક્રિયાથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ તેમજ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રાત કચેરી ખાતે પોતાનુ મતદાન બેલેટ પેપરથી કર્યું હતુ.

૩-પાટણ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ રાધનપુર,પાટણ,ચાણસ્મા અને સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં જે અધિકારીઓ અને કર્મચારીઓ કેટેગરી-૨ માં ચૂંટણી ફરજ પર રોકાયેલા છે તેઓ માટે ખાસ પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થાના ભાગરૂપે દરેક વિધાનસભામાં પ્રાંત કચેરી ખાતે મતદામ મથક ઉભું કરવામાં આવ્યું છે.

પાટણ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૪૯૦ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ નોંધાયા છે જેઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના છે જેમાંથી એક જિલ્લા નિવાસી અધિક કલેક્ટર બી.એમ.પ્રજાપતિએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ. તેઓએ મતદાન કર્યા બાદ તમામ લોકોને મતદાનની અપીલ કરતા જણાવ્યું હતુ કે, પાટણ જિલ્લા ચૂંટણીતંત્રએ પોસ્ટલ બેલેટથી મત આપવાની ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. આજે મે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. આપ પણ આપના મતાધિકારનો ૭ મેના રોજ ઉપયોગ કરીને તંદુરસ્ત લોકશાહીમાં આપનું યોગદાન આપો.

નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ. તદઉપરાંત ડી.આર.ડી.એ.નિયામકઆર.પી.જોષી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.પી.ઝાલાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ. મતદાનના આ પ્રસંગે ઉપસ્થિત પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલે જણાવ્યું હતુ કે,પાટણ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ પાટણ વિધાનસભા મતવિસ્તારમાં ૪૯૦ જેટલા મતદારો વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ ચૂંટણીલક્ષી ફરજ પર રોકાયેલા છે. જેઓ માટે તા.૧ મેથી ૬ મે સુધી પોસ્ટલ બેલેટથી મત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી આ તમામ અધિકારી અને કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન થાય તે અમે સુનિશ્ચિત કરીશુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.