પાટણ જિલ્લાની જનતાની વર્ષોની ખૂન પસીનાનાં કમાયેલી : પોલીસે 83.11 લાખની રકમ પાછી મેળવી 164 ગુનાઓનો ભેદ ઉકેલ્યો

પાટણ
પાટણ

પાટણ જિલ્લાની જનતાની વર્ષોની ખૂન પસીનાનાં કમાયેલી અને વસાવાયેલી જણસો-દાગીના અને રોકડને જયારે તસ્કરો પોતાની તસ્કર કલાનો કસબ અજમાવીને ગણત્રીની મિનીટોમાં ઓળવી જાય ત્યારે તેઓની હાલત ખરેખર દયનીય બની જાય છે. આવી ઘરફોડ ચોરીઓ,ધાડ, લૂંટ, વાહન અને મંદિર ચોરીઓ કરવામાં તસ્કર ટોળકીઓએ પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ પ્રકારે ઘરફોડ લૂંટ, ઘાડ, મંદિરમાં ચોરીઓ કરીને પોલીસ અને લોકોની ઊંઘ હરામ કરી હતી. ત્યારે પાટણ જિલ્લા પોલીસે આ મિલકત સંબંધી ગુનાખોરી સામે પગલા લેવા માટે લોકોની મિલકતો ગળચી જનારાઓ સામે ફરિયાદો નોંધીને તપાસો શરુ કરીને કેટલાક કિસ્સામાં તસ્કરોને પકડવામાં સફળતા મળી હતી ને તેમની પાસેથી ચોરાયેલી મિલકતો રિકવર પણ કરીને તેનાં મુળ માલિકોને પરત કરી હતી.

પાટણ જિલ્લમાં જાન્યુઆરી-2022થી ડીસેમ્બર -2023 પા.જિ.માં મિલકત વિરુધ્ધનાં બનેલા ગુનાઓ અજામ દરમિયાન તરખાટ મચાવીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુલે 342 જેટલી ઘરફોડ ચોરી, ધાડ,લૂંટ,વાહન, મંદિર ચોરીઓને અંજામ આપ્યો હતો. આ ચોરીઓમાં પ્રજાની મહેનત અને બચતની કુલે રૂા. 2,25,55,052 ની રોકડ, દર દાગીના અને અન્ય ચીજો ચોરી ગયા હતા. આ તમામ પ્રકારના મીલકત વિરુધ્ધનાં ગુનાઓમાંથી ગુનાઓમ વર્ષ દરમિયાન 164 ગુનાઓનું ડિટેકશન (ઉકેલ) કરીને 48.05% કેસો ઉકેલ્યા હતા. જેમાં પોલીસે ચીરાયેલી મતામાંથી કુલે રૂા.83,11,176નો મુદામાલ એટલે છે, 38.85% મુદ્દામાલ પરત માળ્યો હતો તેમાંથી રૂા. 32.14.268નો મુદ્દામાલ ફરીયાદીને​​​​​​​ પરત કરાયો હતો.

જો કે,2023માં 2022 કરતાં ચોરી-લૂંટનું પ્રમાણમાં આંશિક રીતે ઘટ્યું હતું અને પોલીસે તેની રિકવરી પણ 2022 માં વધારે કરી હતી. પાટણ જિલ્લામાં 2023 માં ધાડનાં કુલ 10 ગુના નોંધાયા હતા તે તમામ ગુના 100 ટકા ઉકેલી કુલ લુટેલી રૂા. 4,80,000ની મતામાંથી રૂા.13500ની એટલે કે,2.81 ટકાની રિકવરી કરી હતી. ટેકનીકલ ધાડનાં 8, અન્ય ધાડના 1લૂંટનાં 20, ઘરફોડ ચોરીનાં 59, તમામ ચોરીઓનાં 263, વાહન ચોરીનાં 82, મંદિર ચોરીનાં 12ગુના બન્યા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.