પટ્ટણી સમાજની મહિલાઓએ નદીના પટમાં માટીના લાડુ બનાવી દશામાંનુ વ્રત શરૂ કર્યું

પાટણ
પાટણ

રાજ્ય ભરમાં દશામાના વ્રતનો પ્રારંભ થયો છે.ત્યારે પાટણ સહિત રાજ્યમાં વસતાં દેવીપુજક પટ્ટણી સમાજમા વ્રત પ્રારંભ કરવાની વર્ષોથી અનોખી પરંપરા જોવા મળી રહી છે.જેમાં મહિલાઓ માતાજીની સ્થાપના પૂર્વે વહેલી સવારે નદીના પટમાં જઈ માટીના 10 લાડવા બનાવી તેની પૂજા વિધિ કરી કુંભની સ્થાપના બાદ જ વ્રત શરુ કરે છે. રાજ્યભરમાં પરિણીત મહિલાઓમાં ઘરમાં સુખ શાંતિ માટે દશામાના દસ દિવસના વર્ષ કરવાનો વિશેષ મહિમા છે. સોમવારથી દશામાના દસ દિવસના વર્તનો આરંભ થવા પામ્યો છે.જેમા મહત્તમ વ્રતધારી મહિલાઓ ઘરમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી વ્રત શરુ કરી દે છે.

પરતુ રાજ્યભરમાં વસતા પટ્ટણી સમાજની મહિલાઓ દ્વારા વર્ષોથી દશામાની ભક્તિનો આરંભ પરંપરાથી એક ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવે છે.જેમાં અષાઢ વદ અમાસ દીવાસાના દિવસે પટણી સમાજની બહેનો નદીના પટ્ટમાં જઈ માટીના ગોળાકાર લાડુ બનાવી અબીલ ગુલાલ કંકુથી અભિષેક કરી પૂજા વિધિ કરી કુંભની સ્થાપના કરી બાદમાં પોતાના ઘરે દશામાની સ્થાપના કરી વ્રતનો પ્રારંભ કરે છે. દેવીપુજક પટણી સમાજની બહેનો રાજ્યમાં ગમે ત્યાં દશામાના વ્રત કરતી હોય ત્યાં માટીના લાડુ બનાવીને પૂજા વિધિ કરી અનોખી રીતે આ વ્રતનું પ્રારંભ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.