રાધનપુરનાં પતરાંનાં વેપારી સાથે રૂા. 2.95 લાખની ઠગાઈ કરી પતરાં બારોબાર વેચી માર્યા

પાટણ
પાટણ

પાટણમાં રહેતા અને હાલમાં રાધનપુર ખાતે દુકાન ધરાવતા વેપારી પાસેથી પતરાંની ખરીદી કર્યા બાદ ખોટી સહીવાળો ચેક આપી આર.ટી.જી.એસ. કરવાનું જણાવીને ખરીદી કરેલા રૂા. 2,95,884નું બિલ બાકી રાખીને બારોબાર પૈસા રોકડા કરી લેવાનો બદઇરાદો રાખીને વેપારી તથા તેમનાં પુત્ર સાથે બે વ્યકિતઓએ છેતરપીંડી આચરી હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ વેપારીએ રાધનપુર પોલીસ મથકે નોંધાવી હતી.આ અંગે મળતી માહિતી મુજબ પાટણમાં કોલેજ ટીચર કોલોની, રાજમહેલ રોડ, પાટણ ખાતે રહેતા મૂળ ચાણસ્માનાં વતની રાજેન્દ્રકુમાર ચતુરભાઈ પટેલ રાધનપુરમાં ગંજબજારની બાજુમાં જય આદ્યા સ્ટીલની દુકાન ધરાવે છે. તેઓની દુકાને તા. 12-6-23નાં રોજ સાંજે અમદાવાદનાં માંડલનાં દર્શન શૈલેષભાઈ પટેલે આવી ને ગેલ્વેનાઇઝમાં પતરાંનો ભાવ પૂછીને કહેલ કે, તેઓ ડૉક્ટર છે અને સમી-શંખેશ્વર રોડ ઉપર ફાર્મહાઉસમાં તાત્કાલીક પતરાંની જરૂર હોવાથી જેએસડબલ્યુ કંપની 98 નંગ ગેલ્વેનાઇઝ કોરૂગેટેડ પતરા વજન 2950 કિ.ગ્રા. કિ. 2,95,894 નો ભાવ તાલ કરીને જતા રહ્યા હતાં, ત્યારબાદ તા. 13-6-23નાં રોજ બીપરજોય વાવાઝોડાની અસર હોવાથી દુકાનદાર રાજેન્દ્રકુમાર અને તેમનો પુત્ર દુકાન બંધ કરીને પાટણ ગયા હતા. તે દરમિયાન તેમનાં ચોકીદાર વઘાભાઇને રૂા. 2,95,000નો દર્શન શૈલેષ પટેલે ચેક આપી તેમનાં પુત્ર હર્ષનાં ફોન પર ‘હું ચેક આપું છું અને હું તમને બે દિવસમાં આરટીજીએસ કરી ચેક પરત લઇ જવાનું કહ્યું હતું.બાદમાં રાજેન્દ્રભાઇ અને તેમનો પુત્ર તા. 14-6- 23નાં રોજ રાધનપુર તેમની દુકાને ગયા ત્યારે તેમનાં ચોકીદારે આ રકમ રૂા. 2,95,000નો ચેક તેમને આપ્યો હતો. તા. 16-6-23નાં રોજ દર્શન પટેલે હર્ષ પટેલને ફોન કરીને જણાવેલ કે, “મેં 98 પતરાં સમી-શંખેશ્વર ફાર્મહાઉસમાં પતરાની જરૂર હોવાથી અને મારો માલ વાવાઝોડાનાં કારણે પલળી જાય તેમ છે તો તમારી પાસે વાહનની વ્યવસ્થા ન હોય તો હું તમે જ્યાં કહો ત્યાંથી મારા ખર્ચે વાહન કરીને માલ ભરાવી લઉં’ જેથી દુકાનદાર હર્ષ પટેલે તેને મહેસાણાનાં દેદીયાસણની જીઆઇડીસીમાં દિલીપ લોખંડવાળાને ત્યાંથી માલ ભરાવી લેવા કહેતાં તેમણે આ માલનું ઇવેબીલ બનાવ્યું હતું અને પૈસાનું આર.ટી.જી.એસ. કરવા કહેતાં દર્શને તેમ નહીં કરતાં પૈસાની ઉઘરાણી કરતાં દર્શને ફોન બંધ કરી દીધો હતો.
તા. 14-6-23નાં રોજ દર્શને હર્ષ પટેલને ફોન કરીને કહેલ કે, 8 નંગ પતરાં ચાણસ્મા પોલીસે વડાવલી ખાતેથી પકડ્યા છે ને ચાણસ્મા પોલીસ લઇ ગઇ છે. આથી રાજેન્દ્રભાઈ અને હર્ષ પટેલે ચાણસ્મા પોલીસ સ્ટેશને તપાસ કરતાં તેઓને જાણવા મળ્યું હતું કે, દર્શન પટેલ પોતે ડૉક્ટર હોવાનો સ્વાંગ રચીને અને સમી-શંખેશ્વર ફાર્મહાઉસ ધરાવતો હોવાની ખોટી હકીકત જણાવીને માલની ડીલીવરી પોતાનાં ખર્ચે વહન કરાવી બીજાનાં નામનું બીલ બનાવડાવી ચેકમાં ખોટી સહીઓ કરી ચેક આપી જમા કરાવતાં ‘ડ્રોઅર સિગ્નેચર ડિફર્સ’નાં શેરા સાથે પરત કર્યો હતો. આમ દર્શને ખોટી સહી કરી કિંમતી જામીનગીરીનો બનાવટી દસ્તાવેજ બનાવી આરટીજીએસનાં ખોટા વાયદા કરીને મહેસાણાથી સમી ખાતે માલ લઈ જવાનું જણાવી મહેસાણાથી વડાવલી આયસર ગાડી લાવી વડાવલી ખાતે બારોબાર 98 નંગ પતરાં વેંચી મારીને પૈસા રોકડા કરવાનો ઈરાદો રાખ્યો હતો. તથા તેમની સાથે ઠગાઇ કરી હતી. આ બાબત ચાણસ્મા પોલીસ સ્ટેશને થયેલી નોંધ નં. 3/23નાં મામલે સરફરાજ અને અમન તથા ટ્રેક્ટર માલિકે રાજેન્દ્રભાઇની માલિકીનાં પતરાં બારોબાર વેચી માર્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.