પાટણના મુંબઈગરા જૈન શ્રેષ્ઠીઓના સહયોગથી રૂ. 65 કરોડના ખર્ચે આકાર પામનાર જનતા કેન્સર હોસ્પિટલ નું ખાતમુહૂર્ત કરાયું

પાટણ
પાટણ

પાટણમાં નિર્માણ પામનાર જનતા કેન્સર હોસ્પિટલ કેન્સર પીડિત દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે : મનસુખભાઈ પટેલ મેડિકલ હબ ગણાતા પાટણ શહેરમાં નજીવા દરે આરોગ્યની સેવા પુરી પાડતી જીવન જયોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલના સંચાલકો દ્વારા અંદાજિત રૂપિયા 65 કરોડના ખર્ચે બનવા જઈ રહેલી અદ્યતન જનતા કેન્સર હોસ્પિટલ નું ખાત મહુર્ત પવિત્ર શ્રાવણ માસના બુધવારના રોજ શાસ્ત્રોક મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યું હતું.

પાટણ, બનાસકાંઠા, કચ્છ અને રાજસ્થાન ની હદ સુધી કેન્સર જેવા દર્દ ના ઈલાજ માટે શેક આપવાનું મશીન પાટણ જિલ્લામાં ના હોવાના કારણે કેન્સર પીડિત દર્દીઓને મહેસાણા અને અમદાવાદ જવું પડતું હોય છે.જેના કારણે ગરીબ અને મધ્યમ વગૅ ના દર્દીઓને આથિર્ક ખર્ચ વેઠવો પડતો હોય જેને ધ્યાનમાં રાખીને  પાટણ જનતા હોસ્પિટલ દ્વારા અંદાજિત રૂ. 65 કરોડ થી વધુ ના ખર્ચે મુંબઈ માં વસતા પાટણ વાસી વીરેન્દ્ર પોપટલાલ શાહની પ્રેરણા થી કેન્સલ હોસ્પિટલ બનવા જઈ રહી છે.

હાલમાં કાયૅરત જનતા હોસ્પિટલ ના પાછળ ના ભાગે અંદાજિત રૂ.65 કરોડના ખર્ચે દાતાઓના દાન થી નવીન અદ્યતન કેન્સલ હોસ્પિટલના નવનિર્માણ ના પ્રારંભ પૂર્વે બુધવારના રોજ જનતા કેન્સર હોસ્પિટલ નું ખાતમુહૂર્ત જનતા હોસ્પિટલ ના ટ્રસ્ટી ડો. પ્રમોદભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ અને પ્રતીક પટેલ ના હસ્તે  ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું.

આ કેન્સર હોસ્પિટલ ના ખાત મહુર્ત પ્રસંગે જનતા હોસ્પિટલના મે.ટ્રસ્ટી મનસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ, બનાસકાંઠા, અને કચ્છ રાજસ્થાનની હદ સીધી કેન્સર જેવા દર્દના ઈલાજ માટે શેક આપવાનું મશીન ઉપલબ્ધ નથી ત્યારે જરૂરિયાત મંદ કેન્સર પિડીત દર્દીઓ માટે જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા કેન્સર હોસ્પિટલ નું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવનાર છે અને તેના માટે સિમેન્સ કંપની ને  કેન્સર પીડિત દર્દીઓને શેક આપવાનું લીનેક મશીન ઉપલબ્ધ બનાવવામાં આવનાર છે જે મશીનની કિંમત અંદાજિત રૂપિયા 22.50 કરોડ જેટલી છે.

આ ઉપરાંત કેન્સર નિદાન માટે પેટ સ્કેન ની સગવડ સાથે કેન્સરની તમામ પ્રકારની સારવાર માટેની સગવડ આ વિસ્તાર માં જનતા કેન્સર હોસ્પિટલ દ્વારા કાર્યરત બનાવવામાં આવશે. પેટ સ્કેન મશીન માટે રૂ. 8 કરોડ નો ખચૅ કરવામાં આવશે અને આ મશીન માટે ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

પાટણ ની જનતા કેન્સર હોસ્પિટલ ના નિમૉણ પાછળ અંદાજિત રૂ. 65 કરોડ નો ખર્ચ થવાનો છે. જનતા કેન્સર હોસ્પિટલ આગામી એક વર્ષ માં તૈયાર થવાની છે જેના માટે પાટણ ના મુબઈગરા જૈન શ્રેષ્ઠીઓનો સહકાર સાંપડયો હોવાનું જણાવી મેડિકલ હબ ગણાતા પાટણ શહેરમાં કેન્સર પીડિત દર્દીઓ માટે જનતા કેન્સર હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે તેવી આશા તેઓએ વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.