પતંગ રશિયાઓની ધારદાર દોરીઓથી 66 પક્ષીઓની પાંખો અને ગરદન ઘાયલ

પાટણ
પાટણ

પાટણ શહેરમાં સવારથી જ લોકો પોતાના ધાબા અને મકાનની છતો ઉપર ચડીને પતંગના પેચ લડાવી ઉતરાયણ પર્વની મજા માણી હતી. બીજી તરફ લોકોની આ મજા અબોલ પક્ષીઓ માટે મોતની સજા પણ બની હતી. પતંગ રશિયાઓની ધારદાર દોરીઓથી 66 પક્ષીઓની પાંખો અને ગરદન કપાઈ જવાના બનાવો બન્યા હતા. જેમાથી 6 પક્ષીઓ મોતને ભેટ્યા હતા તો બાકીના પક્ષીઓની જીવદયા સંસ્થા અને વન વિભાગની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી.

પાટણ જિલ્લા વનવિભાગના નાયબ વન સંરક્ષક અધિકારી બિંદુબેન પટેલના માર્ગદર્શન નીચે વન વિભાગના કર્મચારીઓ અને વિવિધ જીવદયાની સેવા કરતી 22 સંસ્થાઓ દ્વારા ઉતરાયણના પર્વમાં દોરી થી ધાયલ થતાં પક્ષીઓની સારવાર માટેના શહેરના વિવિધ વિસ્તારોમાં કેમ્પો શરૂ કરવામાં આવ્યાં હતાં. જે કેમ્પોમાં ઉતરાયણના દિવસે ઈજાગ્રસ્ત બનેલા કબુતર 60, કાળી કણસર 2, હોલા 3, અને 1 સમડી મળી કુલ 66 જેટલા પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. જે ઈજાગ્રસ્ત પક્ષીઓમાથી 5 કબુતર, કાળી કણસલાં 1 મળી કુલ 6 પક્ષીઓ મોતને ભેટ્યા હતા તો બાકીના ઈજાગ્રસ્ત બનેલા પક્ષીઓની વનવિભાગ ની ટીમ સાથે જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.