સાતલપુર નેશનલ હાઈવે પર ટેન્કર પલટી જતા લોકો ડોલ અને પાણીના જગ લઈને ડીઝલ લેવા પહોંચ્યા

પાટણ
પાટણ

પાટણના સાંતલપુર નેશનલ હાઈવે પર અવાર-નવાર માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે ત્યારે ગુરૂવારના રોજ સાંતલપુર તાલુકાના રોઝુ ગામના પાટીયા પાસે ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી ખાતા લોકોએ ડીઝલ લેવા રીતસરની પડાપડી કરી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હોવાનું જાણી શકાયું નથી.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના સાતલપુર નેશનલ હાઇવે નંબર 27 ઉપર થી ગુરૂવારની સવારે પસાર થઈ રહેલ ડીઝલ ભરેલ ટેન્કર અગમ્ય કારણોસર પલટી ખાઈ જતા ટેન્કરમાં ભરેલ ડીઝલની રેલમછેલ થતાં આજુબાજુના લોકો હાથમાં જે વાસણ આવ્યું તે લઈને ડીઝલ લેવા પડાપડી કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.