પાટણ પાલિકાની વોટર વર્કસ શાખાના રૂ. 65 લાખના નવીન પાઈપ લાઈનના કામોનું ખાતમુહુર્ત કરાયું

પાટણ
પાટણ

પાટણ નગર પાલિકા વોટર વર્કસ શાખા દ્વારા 15 મા નાણાપંચ ની વર્ષ 2021-22 ની ગ્રાન્ટ માંથી જુદા જુદા બાર વિસ્તારોમાં અંદાજે 65 લાખ રૂપિયા ના કામોની ટેન્ડર પ્રક્રિયા કરી સોમવારે રામનગર ટાંકી થી પદમનાથ ચોકડી સુધી પીવાના પાણીની અધૂરી પાઇપ લાઇન નું શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી અને પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિતના આગેવાનો ની ઉપસ્થિત વચ્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.


પાલિકાના વોટર વર્કસ શાખાના વિકાસ કામો ના ખાતમુહુર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા વિસ્તારના રહીશોએ અધુરી પાણીની પાઈપ લાઈનના કામની શરૂઆત થી હષૅ ની લાગણી અનુભવી હતી. આ ખાતમુહુર્ત પ્રસંગે પક્ષના નેતા દેવચંદભાઈ પટેલ વોટર વર્કસ શાખા ના ચેરમેન દીક્ષિત જે પટેલ તથા વોર્ડના કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.