પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ માર્કેટયાડમાં ખેડૂતોનો તૈયાર માલ પલળ્યો

પાટણ
પાટણ

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છમાં બે દિવસ માવઠાની આગાહી કરી છે. જેને પગલે પાટણ જિલ્લા વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.

વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બન્યું હતું એક સાથે બંને સિસ્ટમ સક્રિય થતાં પાટણ શહેર સહિત પંથક માં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો .કમોસમી વરસાદ તથા માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ માં અફરા તફરી મચી હતી. ખેડૂતોનો આવેલો માલ પલડયો હતો. તો કેટલાક વેપારીઓ દ્વારા માલ ઉપર તાંડપત્રી ઢાંકી દેવામાં આવી હતી. પાટણ સહિત પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવાર થી કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિતત બન્યા હતા. આ કમોસમી વરસાદ શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.