પાટણ પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને ગણવેશ વિતરણ કરાયા

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકામાં સ્વચ્છતાની કામગીરીમાં જોડાયેલા 96 કાયમી કર્મચારી ભાઈ-બહેનોને ગણવેશ વિતરણનો કાર્યક્રમયોજાયો હતો. આજ રોજ પાલિકા ખાતે પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે પાટણ નગરમાં સ્વચ્છતા ની કામગીરીમાં રોકાયેલ નગર પાલિકાના તમામ કાયમી સફાઈ કામદાર ભાઈઓ તથા બહેનોને નગરની સફાઈની સાથે સાથે પોતાના પરિવારમાં પણ સ્વચ્છતાને પ્રાધાન્ય આપી સ્વસ્થ જીવન જીવવા અપીલ કરી પાલિકામાં સફાઈ કર્મચારીઓના ખૂટતાં મહેકમ બાબતે પણ તેઓ દ્વારા સરકારમાં રજૂઆત કરી હોવાનું કર્મચારીઓને પાલિકા પ્રમુખ સ્મીતાબેન પટેલે જણાવ્યું હતું.આ ગણવેશ વિતરણ કાર્યક્રમમાં પાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, ર્ડો નરેશભાઈ દવે તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના કાયમી સફાઈ કર્મચારીઓને ગણવેશ વિતરણ કરાતા સફાઈ યુનીયન દ્વારા પાલિકા પ્રમુખ તેમજ સ્વચ્છતા શાખાના ચેરમેન તેમજ અન્ય સભ્યોનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.