પાટણ નગરપાલિકાના ઢોરના ડબ્બાના તાળા તોડી અજાણ્યા શખ્સો 20 પશુને ભગાડી ગયા

પાટણ
પાટણ

પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા કલેકટરની સુચનાથી પાલિકા તંત્ર કટિબદ્ધ બની શહેરમાં રખડતાં ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.ત્યારે નગર પાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા ડબ્બે કરાયેલ 20 થી વધુ ઢોરો ને પકડી મોતિસા દરવાજા નજીકના ઢોરવાડામા રાખવામાં આવ્યા હતા ત્યારે ગતરાત્રે કોઈ અજાણ્યા ઈસમો ઢોર વાડાના દરવાજાનું તાળું તોડી અંદર રખાયેલ 20 થી વધુ ઢોરો ને છોડાવી જતાં અને આ બાબતે ઢોર ડબ્બા ના કમૅચારીઓ ને જાણ થતાં તેઓએ વિસ્તારના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલને જાણ કરતા તેઓએ આ બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર નું ધ્યાન દોરતા તેઓએ ઢોર ડબ્બા શાખાના કલાકૅ ભરતભાઈ પટેલ ને ઢોર છોડાવી જનાર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ દાખલ કરવા સુચના આપતાં બુધવારે ઢોર ડબ્બા શાખાના કલાકૅ દ્રારા ઢોર છોડાવી જનારા અજાણ્યા ઈસમો વિરૂદ્ધ લેખિતમાં અરજી આપી છે.


એ ડિવિઝન પોલીસે આ વિસ્તાર ના સીસીટીવી ફૂટેજ તપાસી ઢોર છોડાવી જનારા અજાણ્યા શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને નિવારવા કલેકટર ની સૂચનાથી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ઢોર ડબ્બા ની કામગીરી સરાહનીય બની છે ત્યારે કેટલાક તત્વો ઢોર વાડા મા પુરેલા ઢોરો છોડાવી જતાં આવા તત્વોને ઝડપી તેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ શહેરીજનોમાં પણ પ્રબળ બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.