પાટણ યુનિવર્સિટીની નેક મૂલ્યાંકન પૂર્વે ચાર સભ્યોની ટીમ નિરીક્ષણ માટે આવી પહોચી

પાટણ
પાટણ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું લાંબા સમયગાળા બાદ નેક મૂલ્યાંકન થનાર હોઈ સમગ્ર યુનિવર્સિટી વર્તુળમાં હાલમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી તારીખ 23, 24 અને 25 ઓગસ્ટના રોજ નેક પીચર ટીમ પાટણ યુનિવર્સિટીના મૂલ્યાંકન માટે આવનાર છે ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગ રૂપે કા. કુલપતિ ડો. રોહિત દેસાઈની આગેવાની અને માર્ગદર્શન હેઠળ ઇ. રજીસ્ટ્રાર ડો. કે.કે.પટેલ અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવીને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.નેકના મૂલ્યાંકનમાં યુનિવર્સિટીને સારો ગ્રેડ મળે તે માટે ઘણા સમયથી વિવિધ બાબતોને આવરી લઈને યુનિવર્સિટી ખાતે તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે નેક ટીમના આગમન પૂર્વે આજરોજ ત્રિદિવસ માટે યુનિવર્સિટી દ્વારા પ્રિ- નેક થર્ડ પાર્ટી એસેસમેન્ટ અંતર્ગત ભોપાલ, મુંબઇ સહિત વિવિધ રાજ્યોના એક્સપર્ટની ચાર સભ્યોની ટીમ જેમાં અધ્યક્ષ પ્રો. ડો. નરેન્દ્ર થાપક,સભ્ય ડો. રાજેન્દ્ર પાઠક, ડો. રાજેશ સિગરૂ અને ડો. પ્રસાત પાટીલે પાટણ યુનિવર્સિટીની મુલાકાતે આવી પહોંચી હતી.આ ચાર સભ્યો ની ટીમ ત્રણ દિવસ યુનિવર્સિટી ખાતે રોકાણ કરીને યુનિવર્સિટીના વિવિધ વિભાગોની મુલાકાત લેશે તેમજ યુનિવર્સિટી ની તૈયારીઓ અંગેનું નિરીક્ષણ કરશે અને યુનિવર્સિટીના અધિકારીઓ, તેમજ વિવિધ વિભાગોના વડાઓ સાથે બેઠક કરી જરૂરી સલાહ સુચન અને માર્ગદર્શન આપી કોઈ ક્ષતિ હોય તો તે બાબતે તેનું નિવારણ કરવા ધ્યાન દોરશે તેવું યુનિવર્સિટી ના કા. કુલપતિ ડો. રોહિત દેસાઈ એ જણાવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા નેક પિયર ટીમના આગમન પૂર્વે પૂર્વ તૈયારીના ભાગરૂપે સિસ્ટમને સજજ કરવા તેમજ નેક ટીમ સમક્ષ યુનિવર્સિટીનું પર્ફોર્મન્સ શ્રેષ્ઠ બની રહે તે માટે આ ત્રિપલ એ નું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.