પાટણનાં વેપારીને શેર બજારમાં નવડાવનારી કંપનીનાં બે ડિરેકટરોને ઈન્દોર થી પાટણ લવાયા

પાટણ
પાટણ

પાટણ કોટૅ મા રજુ કરી છ દિવસના રિમાન્ડ માગતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પાટણનાં  વેપારીને વષૅ ૨૦૧૫ થી વષૅ ૨૦૧૭ ના સમયગાળા દરમિયાન શેરબજાર અને એગ્રીકલ્ચર સેકટરમાં નાણાં રોકાણ ની એડવાઈઝ અને ટિપ્સ આપી વધુ નફો અને વળતરની લાલચ સાથે રૂ. ૭૩ લાખની રકમનું રોકાણ કરાવી યોગ્ય વળતર કે લાભ નહિ અપાવી છેતરપિંડી સાથે ઠગાઈ કરનાર કંપનીના બે ડિરેકટરોને ઈન્દોર થી પાટણ લાવી કોટૅ માં રજૂ કરી છ દિવસ ના રિમાન્ડ માગતાં કોટૅ દ્રારા ત્રણ દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર મામલાની મળતી માહિતી મુજબ પાટણ શહેરના દિપકભાઈ શંકરભાઈ ઠક્કર નામના વેપારીને શેરબજાર અને એગ્રીકલ્ચર સેક્ટરમાં નાણા રોકાણની એડવાઈઝ અને ટિપ્સ આપી વધુ નફો અને વળતરની લાલચ આપીને વષૅ ૨૦૧૫ થી ૨૦૧૭ દરમિયાન રૂા. ૭૩ લાખની રકમોનું રોકાણ કરાવ્યા બાદ તેનું વળતર કે અન્ય આર્થિક લાભ નહિં કરાવીને તેમની સાથે ઠગાઈ-છેતરપીંડી આચરનારી અન્ય રાજ્યમાં કાર્યરત કથિત આઈ બ્રો માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝ પ્રા.લિ.નાં બે ડાયરેકટરો સ્વપ્નિલ વિજયભાઈ પ્રજાપતિ અને હેમંત સતીષભાઈ અગ્રવાલ રે. બંને ઇન્દોર (મધ્યપ્રદેશ)ને ગતરોજ પાટણ ખાતે લાવી પાટણ બી-ડીવીઝન પોલીસે પાટણની જયુડિસીયલ કોર્ટમાં રજુ કરીને છ દિવસનાં રિમાન્ડની માંગણી કરતાં મેજિસ્ટ્રેટ એ.એસ. ગોહેલે તા. ૨૬-૭-૨૦૨૪ સુધીનાં રિમાન્ડ મંજુર કરીને બંનેને પોલીસ કસ્ટડીમાં સોંપ્યા હોવાનું જાણવા મળ્યું છે

આરોપી સ્વપ્નિલ પ્રજાપતિ અને હેમંત અગ્રવાલ રે. બંને ઈન્દોર ને મહારાષ્ટ્રની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ગતરોજ પાટણ લવાયા હતાં. વષૅ ૨૦૧૫-૧૭માં વેપારીને રોકાણ કરાવી કોઈ આર્થિક લાભ ન અપાવી બન્ને શખ્સોએ છેતર્યા હતા

આ બંને આરોપી સ્વપ્નિલ પ્રજાપતિ અને હેમંત સતિષ અગ્રવાલ ને ઈન્દોર જેલ ખાતેથી ટ્રાન્સફર અને ટ્રાજિસ્ટ વોરંટ આધારે પાટણ ખાતે લાવીને આગળ ની કાયૅવાહી પાટણ બી ડિવિઝન પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.