પાટણ શહેરના ફાઈવ એલપી ભવન થી હરી હર સુધીના ટ્રીમિક્ષ માર્ગનું ખાતમુહૂર્ત કરાયું

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન તૂટેલા વોર્ડ 4 અને 5માં આવતા સિદ્ધપુર હાઇવે 5 એલ.પી .ભવન ની સામેથી હરિહર મહાદેવ તરફ જતા માર્ગ ઉપર રૂ.1.17 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવનાર ટ્રીમીક્ષ સીસી રોડના કામનું સોમવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું.પાટણ નગરપાલિકા દ્વારા હરિ હર મહાદેવથી સિધ્ધપુર રોડને જોડતા રોડને મુખ્યમંત્રી સડક યોજના શહેરી વિકાસ અંતર્ગત રૂ. 1.17 કરોડના ખર્ચે ટ્રિમિક્ષ સીસી રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલે જણાવ્યું હતું કે, આ રોડ બનવાથી આ વિસ્તારના લોકોને તેમજ બનાસકાંઠા- સિધ્ધપુર-ઉઝા વિસ્તારના લોકોને અવર જવર કરવામાં ખુબજ ફાયદો થશે. તેઓએ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા પાટણ નગરપાલિકાને શહેરના વિકાસ કામો અર્થે ફાળવાતી ગ્રાન્ટો માથી પાલિકા દ્વારા ચાલી રહેલા વિકાસ કામોને સરાહનીય લેખાવ્યા હતાં.પાલિકા દ્વારા આજરોજ આયોજિત કરાયેલા આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રીની સાથે બાંધકામ શાખાના ચેરમેન, કારોબારી ચેરમેન , પાટણ શહેર ભાજપ પ્રમુખ, પક્ષના નેતા સહિત વિસ્તારના કોર્પોરેટરો, પાટણ નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.