પાટણ કલેક્ટર દ્વારા નાયબ મામલતદાર મહેસુલી તલાટીઓની બદલીઓ
પાટણ જિલ્લા કલેકટર દ્વારા જાહેર હિત ખાતર જિલ્લાના નાયબ મામલતદાર સંવર્ગના 8 જેટલા કર્મચારીઓની તેમજ જિલ્લાના મહેસુલી તલાટી સંવર્ગના 6 કર્મચારીઓની નિમણૂક વ ફેરબદલીના હુકમ કરવામાં આવ્યા હતા. નાયબ મામલતદાર ની બદલીઓમાં જી પી પટેલ ની વળતર શાખા કલેક્ટર કચેરીથી નાયબ મામલતદાર દબાણ મામલતદાર કચેરી ચાણસ્મા ખાતે મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત આર કે પ્રજાપતિ ચાણસ્માથી કલેકટર કચેરી પાટણ રેકર્ડ શાખા, ડી વી દેસાઈને રેકર્ડમાંથી વળતર શાખામાં, એમ એસ પટેલને ગણોતમાંથી મહેસૂલ મામલતદાર કચેરી સરસ્વતી, એમ એચ પટેલને સરસ્વતી મહેસુલમાંથી મધ્યાન ભોજન યોજનામાં, એ કે લીમ્બાચીયાને પ્રાંત કચેરી રાધનપુર જમીન શાખા થી સર્કલ ઓફિસર સાંતલપુર, એન એસ ગઢવીને સર્કલ સાંતલપુરથી પ્રાંત કચેરી રાધનપુર જમીન શાખા તેમજ વી કે નાઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માંથી કલેક્ટર કચેરી ગણોત શાખામાં બદલી કરવામાં આવી હતી.