પાટણ શહેરમાં મેન બજારમાં તસ્કરોએ બે જવેલર્સ દુકાનને નિશાન બનાવ્યા
પાટણ માં ગત રાત્રે શહેર ના મેનબજારમાં ચતુરર્ભુજ બાગ થી બગવાડા રોડ પર સિવિલ હોસ્પિટલ પાસે તસ્કરોએ ન્યુ નવકાર જવેલર્સને નિશાન બનાવ્યું હતું અને લોક તોડી દુકાન નું અડધું સટર ઊંચું કરી દુકાન તોડવાની કોશિશ કરી હતી.પરંતુ અંદર બીજું લોખંડ નો દરવાજો હોવાના કારણે તૂટતા બચી ગઈ હતી.
પાટણ શહેર ના હિંગળાચાચર થી દોશીવટ બજાર મેન રોડના પર આવેલી ભગવતી જવેલર્સ ને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અને દુકાન નું શટર ઊંચું કરી તોડવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ શટર ઊંચું ના થતા દુકાન ચોરી થતા બચી ગઈ હતી જેના કારણે તસ્કરો ને ફોગટ નો ફેરો પડ્યો હતો. રાહદારીઓ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા વધુ પેટ્રોલીગ કરવામાં આવે તો ચોરી અટકાવી શકશે. આ અંગે પોલીસને જનવાજોગ નોંધ આપી છે .