પાટણમાં હોમગાર્ડ જવાન પર હુમલો કરનાર તસ્કરને પોલીસે દબોચી લીધો

પાટણ
પાટણ

27 મી એ રાત્રે પોતાના ફરજ સ્થળ પર હોમગાર્ડ જવાન ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે ચતુર્ભુજ બાગ નજીક આવેલ જલારામ પાન પાર્લર નામના કેબિનને કોઈ તસ્કર નિશાન બનાવતો હોવાનું ધ્યાનમાં આવતા તેઓએ તસ્કરને પડકાર ફેકતા તસ્કર અને હોમગાર્ડ વચ્ચે ઝપાઝપી થઈ હતી. તે દરમિયાન તસ્કરે હોમગાર્ડ જવાન પાસેની લાકડી આચકી લઈ હોમગાર્ડ જવાનને માથાના ભાગે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ સમયે અન્ય હોમગાર્ડ આવી પહોંચતા તેને પણ તસ્કરે માર મારી ઇજાઓ પહોંચાડી અંધારાનો લાભ લઇ તસ્કર ફરાર થઈ ગયો હતો.ઈજાગ્રસ્ત બનેલા બંને હોમગાર્ડ જવાનોને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમજ અજાણ્યા તસ્કર વિરુદ્ધ હસમુખભાઈ વિઠ્ઠલભાઈ પરમારની ફરિયાદના આધારે ગુનો નોંધી એ ડિવિઝન પીએસઆઇ આર.ટી. બ્રહ્મભટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ગણતરીના કલાકમાં હોમગાર્ડ ઉપર હુમલો કરનાર આરોપી બ્રિજેશ જયંતીભાઈ પરમારને ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેથી કોર્ટે 24 કલાકના રિમાન્ડ મંજૂર કરી પોલીસને સોંપતા તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા આરોપીની કોઈ અન્ય ગુનાકિય પ્રવૃત્તિમાં સંડોવણી છે કે નહીં તે માટેના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું પાટણ એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.