સિદ્ધપુર શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો: નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

પાટણ
પાટણ

હવામાન વિભાગની આગાહીને પગલે ફરી રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સવા મહીના બાદ સિદ્ધપુર શહેર સહિત પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળોથી ઘેરાયું હતું. જે બાદ ગત મોડી સાંજે એકાએક ધોધમાર વરસાદ શરુ થયો હતો, જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.


સિદ્ધપુરમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદ વરસવાને લઈને રોડ પર પાણી ભરાયા હતા. સવા મહિના બાદ વરસાદ વરસવાને લઈને શહેરીજનો વરસાદમાં ભીંજાવાની મજા પણ માણી હતી. તેમજ ગરમીના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. તો પાટણ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસાવાનું શરૂ થયો હતો .વરસાદ શરૂ થતાં લોકોને છત્રી લઈ બહાર નીકળવું પડ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.