દિવાળીના તહેવારોમાં પહોંચી વળવા પાલિકાના ફાયર વિભાગ દ્વારા બે ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય કરાયા

પાટણ
પાટણ

શહેરના બગવાડા દરવાજા અને સિદ્ધપુર ચાર રસ્તા નજીક સ્ટાફ સાથે ફાયર ફાઈટરો કાર્યરત; દિવાળીના તહેવારોને અનુલક્ષીને પાટણ નગરપાલિકા ના ફાયર વિભાગ દ્વારા કોઈ આગ જનીનો બનાવ  ન બને તે માટેની તકેદારીના ભાગરૂપે તેમજ કોઈ જગ્યાએ આગની ઘટના સર્જાય તો સમયસર ઘટના સ્થળે ફાયર ફાઈટર પહોંચી શકે તે માટે શહેરના બગવાડા દરવાજા અને સિધ્ધપુર ચાર રસ્તા નજીક બે ફાયર ફાઈટર સંપૂર્ણ સ્ટાફ સાથે કાર્યરત બનાવવામાં આવ્યા છે.

આ બન્ને ફાયર ફાઈટર દિવાળીના તહેવારોને અનુલક્ષીને દસ દિવસ સુધી ઉપરોક્ત સ્થળે સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય રહેશે તેવું પાટણ નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.