પાટણ એપીએમસીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા વેપારી એસોસિએશન દ્વારા દરેક પેઢી ને થર્મોસ અપાશે

પાટણ
પાટણ

પાટણ એપીએમસીના ઓડિટોરિયમ હોલમાં ચેરમેન સ્નેહલ ભાઈ પટેલના અધ્યક્ષ પદે વેપારીઓની બેઠક મળી હતી.આ બેઠકમાં આગામી વેપારીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ બાબતે સીધો વેપારી જોડે ચેરમેને સંવાદ કર્યો.તો એપીએમસીમા સ્વચ્છતા સાથે ખેડૂતોને વધુ સુવિધાઓ મળી રહે અને વેપારીઓના મિલકત કે અન્ય વેપાર વ્યવહારના પ્રશ્નો અંગે ચર્ચા કરી નિરાકરણ લાવવા માટેનું અયોજન કરવામાં આવ્યું હતું.


બેઠકમાં વેપારી એસો. દ્વારા દરેક વેપારીને પોતાની પેઢી ઉપર ચા લાવવા પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ ન કરવો પડે એ માટે દરેક પેઢીને સારી કંપની નું થર્મોસ આપવાનું નક્કી કર્યું હતુ.જેના પ્લાસ્ટિક મુક્ત પાટણ apmcમાટે આ ખૂબ મહત્વનું બની રહેશે.બેઠક માં વાઇસ ચેરમેન જ્યંતિભાઈ પટેલ.ડાયરેકટર ભરતભાઇ પટેલ. રીંકુંભાઈ પટેલ.એસો.ના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ.સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરી તથા કર્મચારી મિત્રો સૌ નાના મોટા વેપારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.