ઉત્તર ગુજરાતમાં વધુ બાળકો મેડિકલમાં ભણે તે માટે ત્રણ નવી કોલેજો શરૂ કરાઈ

પાટણ
પાટણ

ઉત્તર ગુજરાતમા મેડિકલ ક્ષેત્રે રસ વધતા તેમજ નવીન કોલેજો શરુ થતાં પ્રવેશ માટે બેઠકો મળી રહેતા દર વર્ષે MBBSઅભ્યાસમાં છેલ્લાં પાંચ વર્ષમાં પ્રવેશ સંખ્યા ડબલ થઇ ગઇ છે. દર વર્ષે પ્રવેશના આંકડા જોઈએ તો સંખ્યામાં 30 ટકાનો ઉછાળો થઈ રહ્યો છે.આંકડાઓના એનાલીસીસ મુજબ અંદાજ દર વર્ષે ઉ. ગુ માંથી 1 હજાર દિકરા-દીકરી ડૉકટર બની બહાર નીકળી રહ્યાં છે.જેમાં 59 ટકા છોકરા અને 41 ટકા છોકરીઓ છે. ઉ.ગુજરાતમાં જેમાં સૌપ્રથમ એકમાત્ર ધારપુર મેડિકલ કોલેજ હતી. સમયાંતરે નવીન 3 કોલેજો શરૂ થતા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન હાલમાં ચાર MBBS કોલેજો છે.જેમાં વર્ષ 2017 માત્ર 1204 સંખ્યાનો પ્રવેશ નોંધાયો હતો.વર્ષ 2021 -22 માં વધી પ્રવેશ સંખ્યાનો આંકડો 2613 એટલે કે ડબલ થઈ ગયો છે.જેમાં વર્ષ પ્રમાણે સરેરાશ કુલ આંકડા જોઈએ તો 59 ટકા છોકરા અને 41 ટકા છોકરીઓ પ્રવેશ લીધો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.