પાટણમાં પકડેલા ઢોરોને છોડાવવા આવનારા ઢોર માલિકો સામે વધુ ત્રણ ફરિયાદો નોંધાઇ

પાટણ
પાટણ

પાટણ શહેરમાં રખડતા ઢોરોને પકડવા અંગે તાજેતરમાં કરેલી કાર્યવાહી બાદ ડબ્બે પૂરેલા ઢોરોને છોડાવવા માટે આવી રહેલા ઢોર માલિકો જે તે ઢોર પોતાની માલિકીનું હોવાનું જણાવી તેને છોડાવવા માટે અરજીઓ આપનારાઓ સામે પાટણ નગરપાલિકાનાં ચીફ ઓફીસરે કાયદાનો ગાળીયો કસ્યો છે અને આવા ઢોર છોડાવવા માટે આવતા ઢોર માલિકો સામે ફરીયાદો નોંધાવવાનો સિલસિલો ચાલુ કરતાં અગાઉ બે માલિકો સામે મહાનગરપાલિકા બાબતના અધિનિયમ 241(2) તથા જીપી એક્ટ 90(એ) મુજબનાં ગુના નોંધ્યા હતા. એજ રીતે વધુ ત્રણ ફરીયાદો ચીફ ઓફીસરે આજે નોંધાવી હતી.

જેમાં પાટણનાં સરૈયાવાડા વિસ્તારમાંથી પાંચ ઢોર પકડીને ડબ્બે પૂર્યા હતાં. તે પૈકી તા. 29 મીનાં રોજ રામીબેન રે. સાલવીવાડો, પાટણ નામનાં એક ઢોર માલિકે પોતાનાં ત્રણ ઢોર પણ લોકોને મુશ્કેલી પડે તે રીતે રોડ પર રખડતા છોડી દીધા હતા. જે ઢોર છોડાવવા માટે નગરપાલિકામાં અરજી આપીને પોતાની માલિકીનાં ઢોર હોવાનું પૂરવાર કરતાં સી.ઓ.એ તેમની સામે ફરીયાદ કરી હતી. એ જ રીતે પાટણનાં ટી.બી. ત્રણ રસ્તા પાસેથી 20 ઢોર પડ્યા હતા. જે પૈકી ત્રણ ઢોરનાં માલિક બાબુભાઇ રે. પાટણએ ઢોર છોડાવવા અરજી આપી હતી. તથા અત્રેથી પકડેલા ઢોર પૈકી ત્રણ ઢોર છોડાવવા અરજી આપનારા ઢોર માલિક કમલેશભાઈ સામે ફરીયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.