વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ રોડ પર રેતી ભરીને બેફામ દોડતા ટર્બાઓને બંધ કરવા માંગ ઉઠી
કોર્પોરેટર મનોજ પટેલની આગેવાની હેઠળ રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું: વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ રોડ પર રેતી ભરીને બેફામ દોડતા ટર્બાઓને બંધ કરાવવાની માંગ સાથે વિસ્તારના કોર્પોરેટર મનોજભાઈ પટેલની આગેવાની હેઠળ બુધવારે રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આવ્યું હતું.
કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ હાર્દ સમા વિસ્તારમાં આવેલ વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ રોડ પર દિવસ અને રાત્રી દરમ્યાન રેતી ભરીને ટર્બાઓની અવર-જવર ખુબજ વધી ગયેલ છે. અને આ રોડ ઉપર પાટણ ની નગરદેવી મહાકાળી માતાજી નું મોટું મંદિર છે ત્યાં પણ લોકો દર્શન કરવા તેમજ દિવસ દરમ્યાન અને રાત્રે ચાલતા હોય છે.અને આ તમામ લોકો બેફામ દોડતા ટર્બાઓથી ભય નો અનુભવ કરે છે.
આ રોડ પર આવેલ બે સ્કૂલ જેમાં ધોરણ 1 થી 12 સુધી ના વિદ્યાર્થી અભ્યાસ કરે છે. અને સિનિયર સિટીજન હોલ જ્યાં વયોવૃદ્ધ લોકો દરરોજ અવર જવર કરે છે. અને આ રહેણાંક વિસ્તાર જ્યાં અનેક નાની મોટી સોસાયટીના તમામ લોકો જીવના જોખમ ના ભયનો અનુભવ કરે છે.
ત્યારે આવા રેતી ભરીને દોડતા ટર્બાઓ સહિત મોટા વાહનો સદંતર આ માગૅ પર બંધ કરાવી કોઈ મોટી દુર્ઘટના સજ્જ તે અગાઉ જ રોકવા વિનંતી કરી છે. અને જો આવા ટર્બા ચાલકોને તાત્કાલિક અટકાવવામાં નહી આવે તો સદર વિસ્તારના રહીશોને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી ટર્બા ચાલકોને પ્રવેશતા અટકાવવાની ફરજ પડશે તેવી ચિમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તો અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રબંધ કરી જાહેરનામું ભંગ કરનારા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવાની વિસ્તારના રહીશોએ માગ કરી છે.
Tags erratically Rankivaw stop