![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/હોડિંગ-બોર્ડ-લગાવનાર-કારીગર.jpg)
હોડિંગ બોર્ડ લગાવનાર કારીગર વિના કોઈ સેફટી બેલ્ટ વગર હોડીંગ લગાડતા જોવા મળ્યા હતા
હજુ ગત રોજ ઘટના વડોદરા ખાતે હરણી તળાવમાં બાળકો ડૂબી જવાની બની છે ત્યારે પાટણ ખાતે જલારામ મંદિર ચોક ખાતે હોડિંગબોર્ડના જાહેરાતના ઠેકેદારો દ્વારા હોડિંગ બોર્ડ લગાવનાર કારીગર વિના કોઈ સેફટી બેલ્ટ વગર હોડીંગ લગાડતા આજે જોવા મળ્યા હતા.
કારીગરોના કામને જોઈ લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા કારણ કે કોઈ જ પ્રકારની સેફટી વગર આ કારીગરો હોર્ડિંગ્ઝ લગાડતા જોવા મળ્યા હતા. જો કોઈ દુર્ઘટના બને તો આ કારીગરોની જાન જોખમમાં મુકાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય તો તેની જવાબદારી કોની તો સત્વરે કોઈ અકસ્માત સર્જાય તે પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા આ હોર્ડિંગ લગાવનાર એજન્સીના ઠેકેદારોને તાત્કાલિક ધોરણે સૂચના આપી આ હોર્ડિંગ્ઝલગાડનાર કારીગોની સેફટી વિશે ધ્યાન દોરવા આ વિસ્તારના જાગૃત વેપારી મિત્રોએ જણાવ્યું હતું