પાટણ APMCની ખેડૂત વિભાગની ચુંટણીમાં BJPપેનલ નો વિજય નિશ્ચિત બન્યો

પાટણ
પાટણ

પાટણ એપીએમસી ખેડૂત વિભાગના ડિરેક્ટરોની ચૂંટણી પૂર્વે જ ભાજપ પ્રેરિત પેનલ ને સમથૅન જાહેર કરાયું હોય છતાં નિયમ અનુસાર જાહેર કરાયેલ એપીએમસી ખેડૂત વિભાગના ડિરેક્ટરોની ઔપચારિક ચૂંટણી સોમવાર ના રોજ એપીએમસી હોલ ખાતે સવારે 9-00 કલાકે જિલ્લા રજિસ્ટાર એવમ જિલ્લા ચુંટણી અધિકારી એસ.એન.ઝાલાની આગેવાની હેઠળ યોજાઈ હતી.જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ડિરેક્ટરો ના નિશ્ચિત વિજયને લઇ એપીએમસી હોલમાં કેસરિયો માહોલ છવાયો હતો.પાટણ એપીએમસીની જાહેર થયેલી ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના 16 ઉમેદવારો માથી વેપારી વિભાગના 4 તથા ખરીદ વેચાણ વિભાગ ના 2 ઉમેદવારો બિનહરીફ થયા હતા.તેમજ ખેડૂત વિભાગ મા ભાજપ પેનલ ના 10 ઉમેદવારો સામે પટેલ દિનેશભાઈ કાશીરામ નામ ના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોધાવતા અને ફોમૅ પરત ખેંચવાના અંતિમ દિવસે તેમની નાદુરસ્ત તબિયત ના કારણે ઉમેદવાર દ્રારા ફોમૅ પરત ખેંચી ન શકતા અને કુલ 11 ફોર્મ ખેડૂત વિભાગ ના માન્ય રહેતાં આ ખેડૂત વિભાગ ની ચૂંટણી માટે તા.4 સપ્ટેમ્બરે મતદાન પ્રક્રિયા હાથ ધરવાનું નકકી થયું હતું. એપીએમસી ખેડૂત વિભાગ ની સોમવારે ચૂંટણી યોજાઈ તે પૂર્વે જ દિનેશભાઈ કાશીરામ પટેલે ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિભાગ ના 10 ઉમેદવારો ની પેનલ ને સમથૅન જાહેર કરવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ને રુબરુ મળીને તેઓ ભારતીય જનતા પાર્ટીના ખેડૂત વિભાગ ના ઉમેદવારોને લેખિતમા સમૅથન જાહેર કરેલ પરંતુ ખેડૂત વિભાગ ની ચૂંટણી સોમવારે જાહેર થઈ ગઈ હોવાના કારણે નિયમ અનુસાર ચૂંટણી યોજવાની તંત્ર ને ફરજ પડતાં ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા સોમવારે એપીએમસી હોલ ખાતે જિલ્લા રજિસ્ટાર એવમ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એન.ઝાલા, પ્રિસાઈડીંગ ઓફિસર જે.પી.પટેલ, પોલિંગ ઓફિસર એચ. એસ રાઠોડ,ડી.બી.દેસાઈ, વી.એસ.પાવરા અને એચવી.ચૌધરી ની ઉપસ્થિત મા યોજવામાં આવી હતી.


જોકે સવારે 9-00 કલાકે એપીએમસી હોલ ખાતે શરૂ થયેલી ખેડૂત વિભાગ ની ચૂંટણી મા કુલ 455 મતદારો પૈકી 150 મતદારો રદ્દ કરાયેલ હોવાથી બાકી રહેલા 305 મતદારો પૈકી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાના સમય દરમ્યાન કુલ108 મતદારોએ મતદાન કરતાં 35.40 ટકા મતદાન થયું હતું.મતગણતરી મંગળવારે સવારે 9-00 કલાકે એપીએમસી હોલ ખાતે હાથ ધરાશે તેવું ચુટણી અધિકારી એ જણાવ્યું હતું.જોકે મતદાન પ્રક્રિયા સમયે ભાજપ પ્રેરિત ખેડૂત પેનલના ચૌધરી વેલાભાઇ રામાભાઇ,ઠાકોર શિવાજી કાનાજી,પટેલ કિરીટકુમાર વિરચંદભાઇ,પટેલ નરેશભાઇ વિરચંદભાઇ, પટેલ ભરતભાઇ ધનજીભાઇ, પટેલ મોહનભાઇ કરશનભાઇ,પટેલ રાજેન્દ્રકુમાર જયંતિલાલ,પટેલ વિઠ્ઠલભાઇ અમથાભાઈ,પટેલ સંજયકુમાર ડાહ્યાભાઇ, રબારી રમેશભાઇ મફાભાઇ સાથે તમામ 10 ઉમેદવારો હાજર રહ્યા હતા.જયારે ભાજપ પેનલ ને સમૅથન આપનાર દિનેશભાઈ કાશીરામ પટેલ નામના ઉમેદવાર ગેરહાજર હોય મંગળવારે ચૂંટણી પરિણામ મા ભાજપ પ્રેરિત પેનલ નો વિજય નિશ્ચિત બનતા ભાજપ ના આગેવાનો, કાર્યકરો એ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ જીત ના જશ્ન ની ખુશી વ્યક્ત કરી હતી.પાટણ એપીએમસી હોલ ખાતે ખેડૂત વિભાગ ની યોજાયેલ ચૂંટણીદરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર,પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ,પાટણ શહેરભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ સહિત આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.