રાજ્યમાં લો કોલેજમાં એડમિશન ની પ્રક્રિયા મામલે પાટણમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો

પાટણ
પાટણ

વિરોધ પ્રદર્શિત કરી રહેલા વિદ્યાર્થી સંગઠનના 15 કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી: ગુજરાત રાજ્યમાં લો કોલેજમાં એડમિશન ની પ્રક્રિયા મામલે વિદ્યાર્થી સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે ઉપરોક્ત મામલે પાટણમાં પણ વિદ્યાર્થી સંગઠન દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે વિરોધ પ્રદર્શિત કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરતા પોલીસે વિદ્યાર્થી સંગઠનના 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

રાજ્યમાં લો કોલેજમાં એડમિશન પ્રક્રિયાને લઈ વિરોઘ થઈ રહ્યો છે ત્યારે પાટણ મા વિધાર્થી સંગઠન દ્વારા લો કોલેજ મા સત્વરે એડમિશન પ્રક્રિયા મામલે સરકાર દ્વારા વિદ્યાર્થી હિતમાં નિર્ણય લઇ યોગ્ય કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી સામે રોડ ઉપર બેસી વિરોધ પ્રદર્શિત કરતા ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થી સંગઠનના 15 થી વધુ કાર્યકરોની  અટકાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠને માંગ કરી હતી કે સરકારી તેમજ અર્ઘ સરકારી લો કોલેજો મા સત્વરે એડમિશન પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.