પાટણની સિધ્ધેશ્વરી સોસાયટીમાં ત્રણ માસથી પીવાનું પાણી ન આવતા રહિશોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી

પાટણ
પાટણ

પાટણ શહેરની સિધ્ધેશ્વરી સોસાયટીમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણી નહીં આવતા શનિવારે સોસાયટીના રહીશોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું.પાટણ નગરપાલીકા દ્વારા સિધ્ધેશ્વરી સોસાયટીમાં પીવાનું પાણી આપવામાં આવે છે પરંતુ છેલ્લા ત્રણ માસથી સોસાયટીમાં પાણી આવતું ન હોવાથી પીવાના પાણીની ભારે તંગી ઉભી થઈ છે. આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, વિસ્તારના કોર્પોરટરને પણ જાણ કરવામાં આવેલ તેમ છતાં આજદીન સુધી પાણીનો પ્રશ્ન હલ થયેલ નથી. સોસાયટીના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે.વારંવાર પાલીકામાં રજુઆત કરવા છતાં સોસાયટીમાં પાણી માટે જેમ ખેડૂતો વરસાદની રાહ જોતા હોય તેમ સવારના મહીલાઓ ક્યારે પાણી આવશે તેની રાહ જોઈ રહ્યા છીએ તેમ છતાં પણ નળમાંથી પાણીનું ટીપુ આવતુ નહી.રહીશો પ્રાઈવેટ પાણીના ટેન્કરના સહારે જીવી રહ્યા છે.

પાટણ નગરપાલીકનો પાણી વેરો ભરવા છતાં અમોને પાણી નિયમિત મળતુ નથી. સોસાયટીમાં પાણી આવતું નહીં એનું મુખ્ય કારણએ છે કે, જે અમારી રેલ્વે ફાટક, ભાવીન સોસાયટીથી આગળ નેળીયા બાજુની સોસાયટીઓ જેવી કે સિધ્ધેશ્વરી, ભાવીન, બાલાજી, પાર્થ આ તમામાં જે પાણી છોડવા વાળા છે તે મુખ્ય લાઈનનો વાલ્વ ખોલતા ન હોવાથી પાણી ઓછુ આવે છે,સાથે પાણી અનિયમીત કે આપવામાં જ આવતું નહી.અમારી સોસાયટીમાં પાણી નહી આપવા લાઈન મેન રહીશો ઉપર કયુ વેર છે? એ અમોને સમજાતુ નથી. જે પાણી છોડવાવાળા લાઈનમેન છે તેમની બદલી કરી નવો લાઈન મેન મુકવા અમારી માંગણી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.