પાટણમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષનાં આગમનને લઇ લગાવેલ હોડિગ્સમાં વડાપ્રધાન ભુલાયા

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ : પાટણ જિલ્લાના પ્રવાસે આગામી બે દિવસ તારીખ ત્રીજી અને ચોથીએ આવી રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત અધ્યક્ષ આર.સી પાટીલના આગમનને લઇ ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ છવાઈ જવા પામ્યો છે. ઠેર ઠેર માગૉ ઉપર સી.આર પાટીલ ને આવકારતા મોટા મોટા હોડિગ્સો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે પાટણ શહેર ભાજપ દ્વારા શહેરના બગવાડા દરવાજા પોલીસ ચોકી નજીક લગાવવામાં આવેલ મસ મોટા હોડિગ્સમાં જ ભાજપની નાવ જેના થકી ગુજરાત સહિત ભારતભરમાં હિલોળા લઈ રહી છે તેવાં ગુજરાતનાં પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ ફોટો ભુલાતા ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા મોદીનાં આર્ત્મનિભર બનવાની અપીલની પહેલ કરી હોવાનો શહેરીજનોમાં ગણગણાટ શરૂ થયો છે.
તો આ સિવાય પાટણનાં પ્રથમ નાગરિક એવા નગર પાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલનો પણ બેનરમા ફોટો ન હોય જે પણ ચર્ચાનો વિષય બન્યો છે તો શું કોંગ્ર્રેમાંથી પક્ષાંતર કરી ભાજપના સહિયોગથી પાલિકા પ્રમુખ બનેલા મહેન્દ્રભાઈ પટેલને હજુ શહેર ભાજપ સંગઠન સ્વીકારવા તૈયાર નથી તેવું આ હોડીગ્સ જોતા ફળીભૂત થઈ રહ્યું છે. જોકે બગવાડા દરવાજા ખાતે શહેર ભાજપ સંગઠન દ્વારા લગાવવામાં આવેલ મસ મોટા હોડિગ્સમાં વડાપ્રધાન મોદીની તસ્વીર ન હોવાની જાણ પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી અને મહામંત્રી ગૌરવ મોદીને થતાં તેઓ તાત્કાલિક બગવાડા દરવાજા ખાતે દોડી આવ્યા હતા અને શહેર ભાજપ સંગઠનનો લુલો બચાવ કરવા તેમની ભુલનો ટોપલો બેનર બનાવનાર ઉપર ઢોળતા પાટણના જાગૃત મિડિયા સમક્ષ શહેર ભાજપના પ્રમુખ, મહામંત્રી સહિત સંગઠનના કાર્યકરો છોભીલા બન્યા હતા.તો વડાપ્રધાન મોદી વગરના બગવાડા દરવાજા ખાતે શહેર ભાજપ સંગઠન દ્વારા લગાવવામાં આવેલા હોડિગ્સને મોદી નાં ફોટા વાળું થીગડું નગરપાલિકર્‌ની સ્કાય લીફટ મારફત મારવામાં આવ્યું હતું. જોકે શહેર ભાજપ દ્વારા બગવાડા દરવાજા પાસે મોદીનાં ફોટા વગર લગાવેલા હોડિગ્સ અને ત્યારબાદ મોદીનાં ફોટાવાળું થીગડું માંરી પોતાની ભુલ સુધારવાની બાબતને લઈ કોંગ્રેસનાં કાયૅકતૉઓ દ્વારા પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી વિવિધ કોમેન્ટ ફરતી થતાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના પાટણ આગમન પહેલાં જ શહેર ભાજપ સંગઠનનાં કાયૅકરો લોકોમાં ટીકા
પાત્ર બન્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.