પાટણ પાલિકાના પ્રમુખે કહ્યું, પ્રતિબંધિત દોરીનું વેચાણ કરનારા અને ખરીદનારા સામે પાલિકા તંત્ર કાર્યવાહી કરશે

પાટણ
પાટણ

આગામી મકરસંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ દોરીના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે પાટણ શહેરમાં પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરવા કે તેની ખરીદી ન કરવા પાલિકા પ્રમુખ દ્રારા અપીલ કરવામાં આવી છે. સાથે સાથે તેઓએ પ્રતિબંધીત ચાઈનીઝ દોરી વેચાણ કરનાર કે તેની ખરીદી કરનાર કોઇ પણ ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી પણ પાલિકા પ્રમુખ દ્રારા આપવામાં આવી છે.

પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મામલે પાલિકા પ્રમુખ હીરલબેન પરમારે જણાવ્યું હતું કે ઉતરાયણ પવૅ ની આપણી મજા કોઈના માટે સજા ન બને તેની તકેદારી રાખવી એ આપણા સૌની ફરજ છે અને એના ભાગરૂપે આ ઉતરાણના તહેવારમાં આપણે સૌએ પક્ષીઓ અને માનવ જાતને ઈજાઓ ન પહોંચે તે માટે દરેક શહેરીજને ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધ નું પાલન કરીએ. પાટણ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચાણ કરનાર કે તેને ખરીદનાર કોઈ પણ વ્યક્તિ પાલિકા ની તપાસ ટીમ દ્વારા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.