પાટણની સાગોટા શેરી સહિત આસપાસના વિસ્તારના લોકોએ કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું
પાટણ શહેરના કેટલાક હિન્દુ બહુમતી વાળા વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મોટી સંખ્યામાં મકાનની ખરીદી કરાતા સ્થાનિક લોકો દ્વારા અશાંતધારો લાગુ કરવાની માગ કરવામાં આવી છે. લાંબા સમયથી અશાંત ધારો લાગુ કરવાની માગ કરી રહેલા લોકો આજે ફરી એકવાર કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. વિધર્મીઓ દ્વારા મકાનની બજાર કિંમત કરતા ડબલ કિંમત આપી હાલ મકાન ખરીદી લેવામાં આવતા હોવાની રજૂઆત કરી હતી.પાટણ શહેરની સાગોટાની શેરીમાં રહેતા હિન્દુ પરિવારના લોકોએ પાટણ કલેક્ટર સમક્ષ પોતાની હૈયાવરાળ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા આ મહોલ્લામાં પ્રજાપતિ, ઠાકોર, દરજી, મોદી સહિત હિન્દુ જાતીના પરિવારજનો વસવાટ કરતાં હતા, પરંતુ સમય જતાં કેટલાક સમાજના લોકો મહોલ્લો છોડી સોસાયટી વિસ્તારમાં રહેવા જતાં આવા પરિવારજનો દ્વારા પોતાના મકાનો વિધર્મીઓને વેચવાનું શરૂ કરતાં હાલમા અમારા મહોલ્લામાં 30℅જેટલા વિધર્મીઓના મકાન છે. જે મકાન ખરીદ કરનાર વિધર્મી પરિવારોની ખાણી પીણી અને રહેણીકરણીના કારણે મહોલ્લામાં રહેતા હિન્દુ પરિવારો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે.તો આ મહોલ્લામાં આવેલ પ્રજાપતિ, દરજી કાપડીયા સમાજના દેવી દેવતાઓના મંદિર પણ આવેલ હોય જેને લઈને પણ હિન્દુ ધમૅની આસ્થાને ઠેસ પહોચી રહી છે. તો મહોલ્લામાં રહેતા હિન્દુ પરિવારના લોકોને વિધર્મીઓ એનકેન પ્રકારે હેરાન પરેશાન કરી પોતાના મકાનો વેચવા મજબુર કરી રહ્યા હોવાના આક્ષેપો સાથે રહીશોએ પોતાના મહોલ્લામાં અશાંતધારો લાગુ કરવા તેમજ હિન્દુઓ દ્વારા વિધર્મીઓને વેચવામાં આવતા મકાનો અટકાવવાની માંગ સાથે લેખિતમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
વિસ્તારના રહીશ દરજી રસીલાબેન છે જણાવ્યું હતું કે અમે અહીંયા અશાંતધારાની માગણી લઈને આવ્યા છીએ. અમારા વોર્ડ નંબર 7,8 ,9 દરેક જગ્યાએ અમારે બહુ જ તકલીફ પડી રહી છે .એના માટે અમે અશાંતધારાની માગણી કરી છે.અશાંત ધારાની માગણી અમે ત્રણ વર્ષ પહેલાં મુખ્યમંત્રી, હર્ષ સંઘવી અને કલેક્ટર કચેરીમાં પણ રજૂઆત કરી છે. પણ આજ સુધી કોઈ ઉકેલ આપવામાં આવ્યો નથી. અમારા જે 10 વિસ્તારો હતા તે અને 45 વિસ્તારો વિધર્મીઓની વસ્તી વધી છે. અમારા મોટા ટાકવાડામાં 10વર્ષ માં 90 ટકા વિધર્મી આવી ગયા છે. અને હિન્દુ ઓની વસ્તી ધીમે ધીમે ઘટી રહી છે. અમારા મહોલ્લા માં પણ 5 થી 6 મકાન વેચાઈ ગયા છે.અમારો વિરોધ હોવા છતાંય મકાન વેચાઈ રહ્યા છે. અમે અરજી આપી છતાંય મકાન વેચી રહ્યા છે. જેના લીધે અમને રોષ છે. જો માગણી નહીં સ્વીકારવામાં આવે તો 45 વિસ્તારો છે એ 450 થતા વાર નહીં લાગે તેમ જણાવ્યું હતું.અન્ય એક રહીશે જણાવ્યું હતું કે તત્કાલીન અશાંત ધારો આપો અમે ગૃહ મંત્રીને રજુઆત કરી છે,હવે ફરી કરવાના છીએ અશાંત ધારો નહીં થાય તો આગળ ચૂંટણી આવે છે ફરી ત્રણ મહિના ખેંચાસે. તો સત્વરે અશાંત ધારો લાગુ કરવામાં માંગ કરી હતી. પાટણના કેટલાય વિસ્તારમાં તકલીફ છે મેં અરજી કરી પછી 250 મકાનો વેચાયા છે.લોકોને વધારે પૈસા આપી ને મકાનો ખરીદે છે એટલે લોકો લાલચમાં આવી ને મકાનો વેચી મારે છે.