પાટણ વન વિભાગ ટીમ કોરડામાં બોટથી 15 કિમી વિસ્તારમાં ફરી

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં કોરડા ગામનો જંગલ વિસ્તાર 1334 હેકટર જમીન ફેલાયેલો છે. તેમનો છેલ્લા 47 વર્ષમાં પાણી ભરાયા બાદ પ્રથમ વખત જાત નિરીક્ષણ પાટણ વન વિભાગના અધિકારી કર્મચારીની 12 ટીમે બે હલેસા બોટની મદદથી 15 કિલોમીટર પાણીના વિસ્તારમાં ભ્રમણ નિરીક્ષણ કર્યું હતું. પાણીના કારણે વિસ્તારમાં 14 જાતના પક્ષીઓએ વિશાળ પ્રમાણમાં વસવાટ કર્યો હોવાનું સામે આવ્યું છે.સાંતલપુર તાલુકાના કોરડા ગામના અનામત જંગલ આવેલ સંડેર તળાવમાં બિપરઝોય વાવાઝોડામાં થયેલા વરસાદને પગલે અને ચોમાસા દરમ્યાન બે માસમાં 30 ઈંચથી વધારે વરસાદ પડયો હતો. તેનાથી ઉપરવાસથી પાણીની આવકના કારણે પાણી ભરાયાં છે. તેને લઈ આ વિસ્તાર 15 કિલો મીટર અંતર પાણી ભરાઇ ગયો છે. તે વારાહી નોર્મલ રેંજમાં વારાહી, પાટણકા, છાણસરા ત્રણ રાઉન્ડો આવેલ છે. જે પૈકી વારાહી રાઉન્ડ પૈકીમાં કોરડા બીટ આવેલ છે. જે બીટમાં કોરડા ગામના અનાનમત જંગલ વિસ્તારનો સર્વે નં.59નો સમાવેશ થાય છે.જેનો વિસ્તાર 1334.9141 હેક્ટરમાં છે. આ વિસ્તારમાં ભૂતકાળમાં 12 વર્ષ અગાઉ પાણી ભરાતા માછલી પકડવાની પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓને બોટ સાથે પકડ્યા હતા. તેને ધ્યાને લઈ પાટણ જિલ્લાના વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. બિંદુબેન પટેલ, વારાહી નોર્મલ રેન્જના આરએફઓ અનિલભાઈ ચૌધરી અને સાંતલપુર વિસ્તરણ રેંજના આરએફઓ ડી.એ.સિંધવ સહિત બાર કર્મચારીની ટીમે બે હલેસા બોટની મદદથી 15 કિલોમીટર પાણીના વિસ્તારમાં ભ્રમણ કરી કોઈ અસામાજી પ્રવૃત્તિ થાય છે કે નહીં તેની જાત નિરીક્ષણ કર્યું હતું.આ નિરીક્ષણ દરમિયાન પાણી ના કારણે વિસ્તારમાં યાયાવર પક્ષીઓ ખુબજ સંખ્યામાં અહીયા વસવાટ કરતા હોયછે. જેમાં ફલેમીંગો, પૈણ,ડુબકી, ગયણો, પીળી ચાંચ ઢોક,બગલા, ગજપાઉ, ટેટોળી, ભગતળાં, નાની ચોટલી ડુબકી, મોટી ચોટલી ડુબકી, ગાજ હંસ, વગેરે પક્ષીઓ વિશાળ પ્રમાવ્ર માં સદરહુ વિસ્તારને પોતાનું રહેઠાંણ બનાવી વસવાટ કરતાં હોય છે. આ પક્ષીઓ માછલીને પોતાનો ખોરાક બનાવી આ વિસ્તાર કોરડા સંડેર તળાવમાં રહેતા હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.