ત્રણ એકમોમા આવેલ 40 જેટલી મિલકતો સિલ કરવા માટે ફાયર વિભાગે 60 તાળા મંગાવવા પડ્યા

પાટણ
પાટણ

ફાયર સેફ્ટી અને ફાયર એનઓસી મામલે પાટણમાં 44 એકમો પૈકી પ્રથમ દિવસે 3 એકમોને સિલિગ કરવાની પ્રક્રિયા હાથ ધરતું ફાયર વિભાગ, હાથ ધરાયેલી કડક કાર્યવાહીને લઈ શહેરમાં સનસનાટી મચી

પાટણ શહેરમાં  ફાયર વિભાગે ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરી હતી. જેમાં પાટણ શહેરમાં 44 જેટલા ફાયર સેફ્ટી તેમજ ફાયર સેફટી સર્ટીફીકેટ ન ધરાવતી ઇમારતોને નોટિસ આપ્યા છતાંય ફાયર સેફ્ટી તેમજ ફાયર સેફટી સર્ટીફીકેટ ન મેળવતા આખરે શનિવારે પાટણ ફાયર વિભાગ ના અધિકારી સહિત ની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ફાયર સેફ્ટી અને ફાયર સર્ટિફિકેટ નહીં ધરાવતી 44 ઇમારતો પૈકીની 3 ઇમારતની સિલિગ પક્રિયા હાથ ધરવામાં આવતાં સનસનાટી મચી જવા પામી હતી.

રાજકોટમાં બનેલ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ એકમો પર ફાયર સેફ્ટીની એનઓસી બાબતે તપાસનો દોર હાથ ધરી નોટીસોની બજવણી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે પાટણ ફાયર વિભાગ દ્વારા પણ પાટણ શહેર માં પણ જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટા ભાગના કોમ્પ્લેક્સ જોખમી હોવાનું સામે આવ્યું હતુ. આથી પાટણ શહેરમાં  44 એકમ ધારકોને ફાયર સેફ્ટી અને ફાયર સર્ટિફિકેટ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી. નોટિસ મળવા છતાં પણ ઉપરોક્ત એકમોના સંચાલકો દ્વારા ફાયર સેફટી કે ફાયર સર્ટિફિકેટ મામલે કોઈ કાર્યવાહી ન કરતા આખરે શુક્રવારે પાટણ ફાયર વિભાગના અધિકારી સહિતની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે  શહેરની 44 પૈકી 3  એકમો ની સિલિગ પક્રિયા હાથ ધરી હતી.

જેમાં પ્રથમ 3 જેટલા કોમ્પ્લેક્ષ ને સિલિગ કરવાની પક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સિદ્ધપુર હાઇવે પર આવેલ ગેલોફ્સ  કોમ્પ્લેક્સ ની ફાયર સેફટી અને ફાયર સર્ટિફિકેટ ના હોવાના કારણે સિલિગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ કેન્સ એવન્યુ, વ્રજ કોમ્પ્લેક્ષ માં પણ સિલિગ પ્રક્રિયા મોડી સાજ સુધી  ચાલી હોવાનું ફાયર વિભાગ ના અધિકારીએ જણાવ્યું હતું.

પાટણ શહેરમાં ફાયર સેફટી અને ફાયર સર્ટિફિકેટ ન ધરાવતા 44 એકમો પૈકી શનિવારે 3 એકમોને સિલિગ કરવાની પ્રક્રિયા દરમિયાન કેટલીક ચાલુ દુકાનો ચાલુ હોવાની સાથે દુકાનો માં માલસામાન ભરેલ હોય દુકાન માલિકોની રજુઆત ને પગલે ફાયર વિભાગ ની ટીમ દ્વારા વેપારીઓને તેઓનો માલ સામાન હટાવી દેવા માટે સમય આપી માલસામાન હટાવ્યા બાદ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગ દ્વારા 44 જેટલા એકમો ને સિલિગ કરવા માટે હાથ ધરવામાં આવેલ કામગીરી દરમ્યાન પ્રથમ દિવસે દુકાનો, ગેસ્ટહાઉસ સહિત 40 મિલકત સીલ કરવામાં આવી હતી તો મિલકતો સીલ કરવા માટે ફાયર વિભાગ દ્વારા 60 તાળા ની ખરીદી કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અને ફાયર એનઓસીને લઈને હાથ ધરાયેલી કડક કાર્યવાહીના મામલે શહેરમાં સનસનાટી મચી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.