પરિવાર જમવા ગયો અને ઘરમાં પડેલા થેલામાંથી રૂ.1.40 લાખની રોકડની ચોરી

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં અવારનવાર ચોરી ના બનાવો બનતા હોય છે ત્યારે સમી તાલુકાનાં રાફુ ગામે એક પરિવાર પોતાનું ઘર બંધ કરીને તેમની સાસુનાં ઘરે સમીનાં વાઘપુરા ગામે જમવા માટે ગયા હતા ત્યારે આ બંધ ઘરમાંથી કોઇ તસ્કરો રૂા.1,40,000ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સમી તાલુકાનાં રાફુ ગામે રહેતા અને રાધનપુરની બેંક ઓફ બરોડામાંથી નિવૃત્ત થયેલા બાણીદાન લક્ષ્મણદાન ગઢવી પોતાનું ઘર બંધ કરીને તેમની સાસુનાં ઘરે સમીનાં વાઘપુરા ગામે જમવા માટે ગયા હતા. ને પરિવાર સાથે પરત ઘેર આવ્યા ત્યારે તેમનાં ઘરનાં ઝાંપાનો દરવાજો ખલ્લો હતો ને તાળુ તુટેલું જોવા મળતાં તેઓએ તપાસ કરતાં સામાન વેર વિખેર પડયો હતો. ઘરની ટીપોઈ ઉપર મુકેલો પૈસાનો થેલો ચેક કરતાં તેમાંથી રૂા.1.40.000ચોરી થઈ હતી જે અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.