ડીઇઓ કચેરીએ ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષની નોકરી સળંગ ગણવાનો હુકમ કર્યો
પાટણ જિલ્લામાં આવેલી તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં ફિક્સ પગારની નોકરીથી લાગેલા જેટલા પણ કર્મચારીઓ છે. તે તમામને પાંચ વર્ષની નોકરી સળંગ ગણવાના હુકમોની કામગીરી પાટણ જિલ્લા શિક્ષણાધિકારી ભરત પી.પટેલ તેમજ તેમની ટીમે સાથે મળીને રાત્રે મોડા સુધી અને રજાના દિવસે પણ ઓફિસની કામગીરી ચાલુ રાખીને 100% પૂર્ણ કરવામાં આવી છે. આવી કામગીરી રાજ્યમાં સૌપ્રથમ પાટણ જિલ્લામાં થઇ હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લા શિક્ષણાધિકારી બી.પી.પટેલ તેમજ કચેરીના ઓ.એસ. ડો.એસ.એસ.પટેલ અને તેમના વહીવટી સ્ટાફની ટીમ દ્વારા કર્મચારીઓની હિતમાં ઉઠાવાયેલી જહેમત તથા ઓફિસ ટાઇમ સિવાય ઓવર ટાઈમ કરેલી કામગીરીને બિરદાવવા લાયક છે. બહોળા અનુભવી એવા ડો.એસ.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો વહીવટી સ્ટાફ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યો છે.