લક્ઝરી ખરીદવા મામલે આપેલા ચેક પાછા ફરતાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી

પાટણ
પાટણ

પાટણની જયુડીસીયલ કોર્ટનાં મેજિસ્ટ્રેટ એસ.એસ. જાનીએ ચેક રિટર્ન સમાં વડગામનાં કરનાલનાં વતની અને મુંબઇ રહેતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં પ્રોપાયટર ભરત એમ. પ્રજાપતિને એક વર્ષની સાદી કેદ અને રૂા.7.50.000ની રકમ વળતર પેટે ફરીયાદી ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો. આ સજા સંભળાવતી વખતે આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી વળતરની રકમ જમા નહિં કરાવતાં તને વધુ બે માસની સાદી કેદની સજા ફટકારી હતી અને તેને જેલમાં મોકલવા માટેનું એરેસ્ટ વોરંટ ઇસ્યુ કરીને તેની બજવણી માટે પાટણ એસ.પી.ને મોકલવાનો આદેશ કર્યો હતો.

આ કેસની મળતી માહિતી મુજબ સરસ્વતિ-પાટણ તાલુકાનાં ભિલવણ ગામે રહેતા રેહાનાબેન અરોડિયા તથા તેમનાં પતિ અહમદ અરોડિયા સાથે બાલવાસ ટ્રાવેલનો ધંધો કરે છે ને આ કેસનાં આરોપી ભરતભાઈ પ્રજાપતિ પણ યુગ ટુર્સ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. આ કેસનાં ફરીયાદી રહેનાબેનની માલિકીની બે લકઝરીઓ આરોપીએ રૂ 51.25.000માં તા. 3-4-17 નાં રોજ વેચાણ રાખી હતી. તે ચૂકવણી પેટેઆરોપીએ રૂા.32,25,000ચૂકવી આપ્યા હતા અને બાકી રહેલા રૂા.18 લાખની લેણી રકમ પેટે આપેલા બે ચેક તા. 14-12-18નાં રોજ વગર ચૂકવાયે પરત ફર્યા હતા. જે અંગે ફરીયાદીએ તેમનાં વકીલ જે.આર. સુમરા મારફતે આરોપીને નોટીસ આપી પાટણ કોર્ટમાં ફરીયાદ દાખલ કરતાં કોર્ટે ઉપરોક્ત સજા ફટકારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.