પાટણના શેરી સ્લમ વિસ્તારના બાળકોને જિલ્લા સેવા સદન ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી

પાટણ
પાટણ

પાટણ જિલ્લા સેવા સદન ખાતે શેરી સ્લમ વિસ્તારના બાળકો પરિવારોને સક્ષમ બનાવવા મુખ્ય સચિવની સૂચના મુજબ ગાર્ડીયન,અધિકારીઓ દ્વારા કરેલ કામગીરી અંગેની કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. નામદાર સુપ્રીમ કોર્ટમાં ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશનના મુદ્દા પર 96 બાળકો તથા 49 પરિવારો જેમને સરકારની યોજનાઓના લાભો મળી રહે તે માટે બેઠક યોજાઇ હતી. જિલ્લા બાલ અધિકારી કેતન પ્રજાપતિએ શેરી,સ્લમ વિસ્તારમાં રહેલા બાળકોની વિગતો સાથેની PPT પ્રેઝેન્ટેશન રજૂ કરી હતી.

પાટણ જિલ્લામાં આવા બાળકોની સંખ્યા 96છે જેમાં 49 પરિવારોનો સમાવેશ થાય છે. તેમાંથી ત્રણ બાળકો સુરત ખાતે સ્થળાંતર થયા છે. આમ પ્રવર્તમાન સમયે જિલ્લામાં આવા બાળકોની સંખ્યા 93 છે. સ્લમ વિસ્તારમાં રહેતા 93 બાળકોને પાટણ જિલ્લાના 48 ઉચ્ચ અધિકારીઓ ગાર્ડિયન બનીને બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરી રહ્યા છે. કોઈપણ આધાર વગર શેરીમાં એકલા રહેતા હોય, કોરાના કાળમાં જેમને પોતાના માબાપ ગુમાવ્યા હોય, એવા બાળકો જે તેમના પરિવાર સાથે શેરી ઉપર રહેતા હોય. તેવા બાળકોનો ચિલ્ડ્રન ઇન સ્ટ્રીટ સિચ્યુએશનમાં સમાવેશ થાય છે.

આવા બાળકોને એક પ્રોજેક્ટ તરીકે લેવામાં આવે અને તેમના માટે એક ગાર્ડીયન તરીકે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને નિયુક્ત કરવામાં આવેલા છે. જેમના પ્રયત્નો વડે આવા બાળકોનું સામાજિક, આર્થિક પુનરુત્થાન થઈ શકે. જે ગાર્ડીયન અધિકારીઓ છે તેવા બાળકોનો આર્થિક, સામાજિક, શારીરિક તેમજ યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે સરકારી યોજનાઓનો લાભ અપાવી બાળકોના માતા પિતા તરીકેના કાર્ય કરવાના રહે છે. આ બેઠકને સંબોધતા કલેકટરએ જણાવ્યું કે, સ્લમ વિસ્તારના બાળકોમાં પરિવર્તન લાવવા માટે આપણે દિલથી કામ કરવું જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.