સિદ્ધપુરના ખોલવાડાના તળાવમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

પાટણ
પાટણ

સિદ્ધપુરના ખોલવાડા ગામના તળાવ માં એક અજાણ્યા ઇસમ ની લાશ તરતી જોવા મળતા ઘટના સ્થળે લોકો એકત્ર થયા હતા અને લાશ ને ફાયર વિભાગ ના માણસો દવરા તળાવ માંથી બહાર કાઢી હતી .પોલીસે લાશની તાપસ હાથ ધરી છે.


આજે વહેલી સવારે સિધ્ધપુર તાલુકાના ખોલવાડા ગામના તળાવમાં અજાણ્યા યુવાનની લાશ તરી રહેલ હોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી સિધ્ધપુર નગરપાલિકા ફાયર સ્ટાફને વિનંતી કરતાં સિધ્ધપુર ફાયર સ્ટાફે તાત્કાલીક ઘટનાસ્થળે જઈને સદર અજાણ્યા યુવાનની લાશ બહાર કાઢીને પોલીસને સોંપી હતી. સિધ્ધપુર નગરપાલિકાની ડીઝાસ્ટર ટીમના બ્રિજેશ બલસારા, મુસ્તુફા ઝાલોરી અને ચિરાગ સોલંકીએ તળાવ માંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને આગળની કાર્યવાહી કરવા સોંપેલ હતો. યુવાનની ઓળખ કરવા પોલીસના પ્રયાસ, સોશિયલ મિડીયામાં મૃત્યુ પામેલ યુવાનના ફોટા જાહેર કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.