પાટણની સોસાયટીઓમાં પાર્ક કરેલી ગાડીના કાચ ફોડનાર આરોપી ઝડપાયો

પાટણ
પાટણ

પાટણ શહેરના ટેલીફોન એક્સચેન્જથી લીલી વાડી વિસ્તારની કેટલીક સોસાયટીઓની બહાર તેમજ કેનાલ રોડ પરની કેટલીક સોસાયટીઓની બહાર રહીશો દ્વારા પાર્ક કરેલી ગાડીઓના રાત્રિના સમયે કોઈ અસામાજિક તત્વો દ્વારા કાચ ફોડવાની પ્રવૃત્તિઓ શરૂ કરાઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં રત્નમણી સોસાયટી અને મીનળપાર્ક સોસાયટીની બહાર પાર્ક કરાયેલી ગાડીઓના કાચ ફુટતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો. ત્યારે ગાડીના કાચ ફોડનાર અસામાજિક તત્વોને ઝડપી લેવા અને આ વિસ્તારમાં પોલીસ રાત્રી પેટ્રોલિંગ સધન બનાવે તેવી રહિશોએ માંગ કરી હતી. આ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.

પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા બી ડીવીઝન પોસ્ટેનાઓની ખાનગી મીલકતના નુકસાન સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને પાટણ સીટી બી ડીવીઝન વિસ્તારમા સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા, તે દરમિયાન બાતમીદારો તેમજ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા હકીકત મળેલ કે, કારના કાચ ફોડનાર રાજપુત કૃમિલસિંહ શૈલેશકુમાર જીવાજી ઉ.વ.23 રહે.પાટણ, ગણેશનગર સોસા, મકાન નં.69 એસ-9 રબારીવાસ જળ ચોક વાળો જીવનધારા કેનાલ રોડ પાસેથી જઈ રહ્યો છે. જેથી હકીકત આધારે પોલીસે રાજપુત કૃમિલસિંહ શૈલેશકુમાર જીવાજીને ઝડપી તેને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતાં પોતે આ ગુનાની કબુલાત કરી હતી. વિકૃત આનંદ મેળવવા ગાડીના કાચ ફોડતો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.