પાટણનાં કતપુર ગામેથી ફરાર આરોપી ઝડપાયો

પાટણ
પાટણ

પાટણ શહેરની રેલ્વે ટ્રેક ઉપર ગત માર્ચનાં મધ્યભાગમાં ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરવા માટે પ્રેરણ કરવાની ઘટનામાં અત્યાર સુધી નહીં પકડાયેલા અને છ મહિનાથી નાસતા ફરતા આરોપીની પાટણ એ-ડીવીઝન પોલીસે પાટણનાં કતપુર ગામ બાજુનાં રસ્તેથી પાટણનાં બાંડીયા રોડ બાજુ રહ્યો હોવાની બાતમી આધારે અટકાયત કરી હતી.

વરસંગજી ગીરધરજી ઠાકોર રે. તાજપુર, તા. સરસ્વતિ હાલ રે. એક બોરનાં કુંવા પર, રાજપૂર, તા. પાટણવાળાને ઉપરોકત ગુનામાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરાયો છે. આ દુપ્રેરણ કેસનાં સહઆરોપી અગાઉ પકડાઇ ચૂક્યા છે એમ પોલીસે જણાવ્યું હતું.

ઉપરોક્ત આરોપી તથા સહઆરોપી સામે તા. 19-3-23નાં રોજ સેવંતીભારથી ગોસ્વામી રે. પાટણવાળાએ પાટણની રેલ્વેટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી તેમને આત્મહત્યા માટે દુપ્રેરણ કરનારા આરોપી તરીકે ઉપરોક્ત આરોપીનો પણ સમાવેશ થતો હતો.

સેવંતિભારથીની દિકરીએ આ બનાવ અંગે પોતાનાં પિતાને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રરણ કરાયાનો આક્ષેપ કરતી ફરીયાદ નોંધાવી હતી. જેનાં વરસંગજી સહિત અન્ય આરોપીઓને મૃતક સેવંતિભારથીએ આપેલાં પાંચ લાખની માંગણી કરતાં તેઓ પાછા આવતા ન હોવાથી ને પૈસા ભૂલી જવાનું કહી ધમકીઓ આપતો હોવાથી સેવંતીભારથીએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ બનાવમાં પકડાયેલા આરોપી વરસંગજી સામે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ખંડણી માંગવી, મારામારી, દારૂ, અપહરણ, દુષ્મરણ સહિતનાં 12 જેટલા ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.