પાટણની સરકારી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓના અવાવરું જગ્યા બગીચામાં પરિવર્તિત થઈ

પાટણ
પાટણ

પાટણની સરકારી કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલના પાછળનો ભાગ એટલે ઝાડી-ઝાંખરાઓથી ભરાયેલો જ્યાં વિદ્યાર્થીનીઓને જતા પણ ભય લાગે તે જગ્યાની માત્ર વિદ્યાર્થિનીઓના એક સૂચનથી કાયાપલટ થઈ ગઇ અને નંદનવન બની ગયું છે. આ નંદનવન બનાવવામાં પણ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીની જ ભૂમિકા છે.પાટણ શહેરમાં ફતેસિંહરાવ લાઈબ્રેરી નજીક આવેલી સરકારી કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલમાં આજે છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ 390 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.જેમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તેમને પડતી કોઈ પણ તકલીફ મુશ્કેલીઓ સૂચન બોક્સ મારફતે શાળાને જણાવી શકે છે.જેમાં શાળાના પાછળના ભાગે ઝાડી-ઝાંખરા હોવાથી વિદ્યાર્થીનીઓને તકલીફ પડે છે તેવું કોઈ વિદ્યાર્થીનીનું સૂચન શાળાને મળ્યું હતું શાળાએ આ સૂચનને ગંભીરતાથી લઈ નગરપાલિકાના જેસીબીની મદદ મેળવી તાત્કાલિક ઝાડી-ઝાંખરા હટાવી દઈ જગ્યા સાફ કરાવી દીધી હતી.પરંતુ શાળાએ આ વિચારને આટલેથી અટકાવી દીધો ન હતો પરંતુ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની હાલ અમેરિકા ખાતે રહેતા ડોક્ટર મીનાબેન ઓઝાની મદદથી તેમના પુત્ર નિરવની સ્મૃતિમાં ખુબ સુંદર નીરવ ઉધાન બનાવ્યું છે. જેમાં નવી માટીથી પુરાણ કરી ઘાસથી સરસ મજાનો બગીચો તૈયાર કરવામાં આવ્યો છે તેમાં મહેંદી સાથે વિવિધ પ્રકારના ફૂલછોડનો ઉછેર કર્યો છે.સાથે વિવિધ પ્રકારની ઔષધીઓના છોડ પણ ઉછેર્યા છે એટલું જ નહીં વિદ્યાર્થીનીઓ માટે હીંચકાની પણ વ્યવસ્થા કરાવી છે અને આજે આ જગ્યા રમણીય બની છે. પ્રાઇવેટ શાળામાં બગીચો ન હોય તેવો સરકારી શાળામાં હીંચકા સાથેનો ઉધાન શાળાની શોભા વધારે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.