પાટણમાં ભારત વિકાસ પરિષદની સ્થાપનાના 61માં વર્ષની સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

ભારત વિકાસ પરિષદ ની સ્થાપના 10 જુલાઈ 1963 ના રોજ કરવામાં આવી હતી જેની 61 માં વર્ષની ઉજવણીને અનુલક્ષીને ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા આજરોજ ચાણસ્મા હાઇવે સ્થિત સિદ્ધહેમ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ અને રેડ ક્રોસ સોસાયટીના સહિયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું બગવાડા દરવાજા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 30 રકત દાતા ઓએ પોતાનું રક્તદાન કયુઁ હતું. આ સિવાય પાટણની રૂની પ્રાથમિક શાળા અને રામનગર પ્રાથમિક શાળામાં કુલ છ સિલીંગ પંખા નું દાન કરી સાચા અર્થમાં સમર્પણ ના ભાવથી ભારત વિકાસ પરિષદના 61 મા વષૅની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમા ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના પ્રમુખ ભાર્ગવ ચોકસી, મંત્રી અલ્પેશ પટેલ, પ્રાંતના પૂર્વ પ્રમુખ જયેશ પટેલ, કિશોરભાઈ મહેશ્વરી,નિરંજનભાઇ પટેલ, શિરિષભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ, જીગ્નેશ ઠક્કર, અશ્વિનભાઈ જોશી, રાજેશભાઇ ઠક્કર,હસમુખભાઈ સોની, જસવંતભાઈ જનસારી, કમલેશ પ્રજાપતિ, ઘનશ્યામ ત્રિવેદી, હષૅ પટેલ, વિપુલ પટેલ,શ્રીમતી આશાબેન પટેલ,આરતીબેન ચોક્સી તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ કેમ્પને સફળ બનાવવા રેડક્રોસ સોસાયટી ના ડો. મોહનભાઈ પટેલ,ડો. અરવિંદભાઈ પટેલ, ડો. રાજેશભાઈ પટેલ સહિત ટીમ ઉપસ્થિત રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.