પાટણના ધારપુર મેડિકલ અને હોસ્પિટલમાં ફાયર સિસ્ટમનું સરપ્રાઈઝ ચેકિંગ કર્યું

પાટણ
પાટણ

રીજિયોનલ ફાયર ઓફિસર દ્વારા ધારપુર GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માં ફાયર સિસ્ટમ ચાલુ છે કે બંધ જે નું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું .જેમાં જાણવા મળ્યું હતું કે ફાયર સિસ્ટમ સંપૂર્ણ બંધ હાલત છે તો પાઇપ માંથી પાણીનું પ્રેસર 7 કેજી આવ્યું જોઈએ તેની જગ્યાએ 4kgઆવતું હતું મેડિકલ કોલેજમાં સંપૂર્ણ સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી હતી.

રાજ્યમાં અવાર-નવાર આગ લાગવાના બનાવ બનતા હોય છે ત્યારે મોટી જાનહાની થતી હોય છે ત્યારે સરકાર દ્વારા તમામ હાઈરેજીંગ બિલ્ડીંગ હોસ્પિટલ શાળા કોલેજો માં ફાયર સેફટી ની વ્યવસ્થા કરવા જણાવ્યું છે ત્યારે ગાંધીનગર રિજિયોનલ ફાયર ઓફિસર હિમાંશુભાઈ પટેલ અને પાટણ ફાયર અધિકારી સ્નેહલ પટેલે દવરા પાટણ નજીક ધારપુર હોસ્પિટલ અને મેડિકલ કોલેજની અંદર લગાવેલ ફાયર સિસ્ટમ નું સંચાલન સારી રીતે થાય છે કે નહીં તેની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. જ્યાં જોતા જ ફાયર સિસ્ટમ સંપૂર્ણ બંધ હાલત હતી. ધારપુર હોસ્પિટલ અને કોલેજની ફાયર સિસ્ટમ બંધ હોવાના કારણે ગાંધીનગર રીજિયોનલ અધિકારી હિમાંશુ ભાઈ પટેલ દ્વારા સાત દિવસમાં ચાલુ કરવા નોટિસ આપી હતી જો સાત દિવસમાં ચાલુ કરવામાં નહીં આવે તો પાણી કનેક્શન અને બિલ્ડીંગ કનેક્શન કાપવા માં આવશે તેમ જણાવ્યું હતું. પાટણ ફાયર ઓફિસર સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં પાટણ શહેરમાં દરેક હોસ્પિટલ સ્કૂલ ઉંચી બીલડીગમાં લાગેલી ફાયર સિસ્ટમ ચાલુ છે કે બંધ તેનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.