સિધ્ધપુર ગત રાત્રે ડીપીમાં અચાનક આગ લાગતા રહીશોમાં ફફડાટ
સિધ્ધપુર જય અંબે ચોક હરી કોટન મિલની બાજુમાં આવેલ ડિપીમાં ગત રાત્રે અચાનક આગ લાગતા આજુબાજુ રહેતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આગની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકો એકઠા થઈ હતા. ફાયર ફાઈટરની મદદથી આગને કાબૂમાં લેવાઈ હતી. આજુબાજુના રહીશોમાં ચર્ચાતી વાતો મુજબ આ ડીપી પર વેલ પથરાઇ હતી. અને શોર્ટ સર્કિટ થતાં તણખો વેલ પર પડતા સુકી વેલ ભડભડ સળગી ઉઠી હતી. સિધ્ધપુર યુજીવીસીએલની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સિધ્ધપુર યુજીવીસીએલ કચેરી દ્વારા ચોમાસા વરસાદી ઋતુ દરમિયાન ડીપી અને વીજ પોલ પર લીલોતરી વેલ તેમજ વીજ વાયરને અટકતા ઝાડાના ડાળાં કાપવા નિષ્ફળ નિવડ્યા છે. ડિપીમાં આગની ઘટના માટે તંત્ર જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. જોકે કોઈ જાનહાનિ થવા પામી નથી. પરંતુ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? ઉધોગ મંત્રીના રાજમાં સરકારી તંત્રો લોકોને સુવિધાઓ આપવામાં ઉણા ઉતર્યા છે. એટલે કે ઉધોગ મંત્રીના રાજમાં વિકાસ ડીપી એ ચડ્યો છે.