ઊંઝા ઔદ્યોગિક તાલીમ સંસ્થાનની વિદ્યાર્થીનીઓ મહેંદી દ્વારા મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાઈ

પાટણ
પાટણ

મતદાન માટેના સૂત્રો અને વિચારોને મહેંદીમાં મૂકીને રજૂ કર્યા: મહેંદી ના સંગ આવશે ચૂંટણીનો રંગ અને આ વાતને સુપેરે ઉત્સાહપૂર્વક સાબિત કરી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ના પડધમ વાગી રહ્યા છે અને મહેસાણા જિલ્લામાં મત આપશે  મેહાણાની લહેર ઉત્સાહભેર જોવા મળી રહી છે. ત્યારે ઊંઝાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાનની વિદ્યાર્થીનીઓ મહેદી અંગે મતદાન સ્વીપની આ કલ્ચર પ્રવૃત્તિમાં જોડાઈ હતી. આ બધી જ વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક મતદાન માટેના સૂત્રો અને વિચારોને મહેંદીમાં મૂકીને માત્ર તેને શૃંગારનું સાધન જ નહીં પણ જનજાગૃતિના સંદેશ રૂપે પોતાના હાથમાં આબાદ જીલતી જોવા મળી હતી. જેમાં તેમના સ્વજનો અને શાળાના શિક્ષકો અને સહપાઠીઓ પણ જોડાયા હતા.

સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન.પટેલ જણાવ્યું હતું કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એમ.નાગરાજનના માર્ગદર્શન હેઠળ અત્યારે જિલ્લાની શાળાઓમાં તેમજ આંગણવાડીઓમાં મહેંદી પ્રવૃત્તિ થકી મતદાર જાગૃતિના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેમાં સૌ ઉત્સાહ ભેર સહભાગી બની રહ્યાછે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બી.આર.પી નરેન્દ્રભાઈ રાવળે જણાવ્યું હતું કે, મતદાર જાગૃતિ માટે થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિ પૈકી વિદ્યાર્થીનીઓ મહેંદીની પ્રવૃત્તિ  સૌથી વધુ પ્રિય અને ગમતી પ્રવૃત્તિ મહેંદી મુકવાની પ્રવૃત્તિ  ગણાવી રહી છે. શૃંગારમાં સમજણનો આ સાંસ્કૃતિક પ્રયોગ વિદ્યાર્થીનીઓમાં લોકપ્રિય બની રહ્યો છે. આ માત્ર શાળાકીય સાંસ્કૃતિક ઈતર પ્રવૃત્તિના રહેતા વિદ્યાર્થીનીઓના ઘર પરિવાર સમાજ અને આસપાસના વાતાવરણમાં મતદાર અને મતદાન માટેની જાગૃતિનું એક સશક્ત અને સૌમ્ય ગમતું માધ્યમ બની રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.