શેઠ એમ એન હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ છત્તીસગઢમાં રાષ્ટ્રીયકક્ષાના ગણિત મહોત્સવમાં સિલ્વર મેડલ મેળવ્યો

પાટણ
પાટણ

ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ આયોજિત 17 મો રાષ્ટ્રીય ગણિત મહોત્સવ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ,ભટાપરા (છત્તીસગઢ )મુકામે યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય કક્ષાના આ ગણિત મહોત્સવમાં સમગ્ર ભારતમાંથી 25 રાજ્યો, 10 ઇસરોના વૈજ્ઞાનિકો અને 350 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ગણિત સંમેલનમાં ગણિતના મોડેલ, ગણિત પઝલ્સ, ટીચર ઇનોવેશન પ્રેઝન્ટેશન જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી.ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન હાઇસ્કુલ પાટણના વિદ્યાર્થીઓ પટેલ ભવ્ય હર્ષિદકુમાર અને પટેલ અંશુલ જીગ્નેશકુમારે શાળાના શિક્ષક ડો.અલ્પેશકુમાર એસ પટેલના માર્ગદર્શન હેઠળ ગણિત પઝલ્સ વિભાગ માં ભાગ લીધો હતો.જેમાં શેઠ એમ એન હાઇસ્કુલ ના આ બન્ને વિદ્યાર્થીઓ પટેલ ભવ્ય અને પટેલ અંશુલ ની ટીમે સમગ્ર ભારત દેશમાં દ્વિતીય નંબર મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.


પટેલ ભવ્ય અને પટેલ અંશુલને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ ના ચેરમેન ચંદ્રમોલી જોષી, એન્જિનિયર બી. એન. રાવ (મેથ્સ ગુરુ ઓફ ઇન્ડિયા), ડો. રાજેશકુમાર ઠાકુર (ગ્રેટ મેથેમેટીશિયન ઓફ ઇન્ડિયા, દિલ્હી) સુનિલ વાનખેડે (રાષ્ટ્રીય પ્રમુખ, હર ઘર બાલ કલામ સાયન્ટિસ્ટ), એન્જિનિયર દિલીપ ભટ્ટ (પૂર્વ સાયન્ટિસ્ટ, ઈસરો), બ્રિગેડિયર એમ.એન કડાપટ્ટી (ઇન્ડિયન મેથેમેટીશિયન, કર્ણાટક) અને ડૉ. જે.જે.રાવલ (ઇન્ડિયન સિનિયર સાયન્ટિસ્ટ ,મુંબઈ)ની હાજરીમાં આ બાળકો તેમજ માર્ગદર્શક શિક્ષક ભાઈ, ડૉ. અલ્પેશ ભાઈ પટેલ ને શીલ્ડ, સિલ્વર મેડલ તેમજ પ્રમાણપત્ર થી સન્માનવા માં આવ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.