પાટણ બી ડી સાર્વજનિક વિધાલયના વિદ્યર્થીઓએ ભારતીય જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય, એન એસ સુરમ્ય બાળવાટિકા અને પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ દ્રારા રક્ષાબંધન ઉજવણી માટે ભારતીય સરહદ પર રક્ષા કરતા ભારત ના વીર જવાનો સાથે ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થયો બનાસકાંઠા જિલ્લા ની નડાબેટા ઝીરો બોર્ડર પર રક્ષા કરતા બી એસ એફ જવાનો ની બટાલીયન દ્રારા શાળા ની એન સી સી, એન એસ એસ, સ્કાઉટ ગાઈડ ના સંયુક્ત ઉપક્રમે વિધાલયની વિધાર્થીનીઓ દ્રારા જાતે રાખડીઓ તૈયાર કરી બી એસ એફ વીર જવાનો ની રક્ષામાં ઉજવણી માટે નડાબેટા પહોંચ્યા હતા .વીરજવાનો માટે પાવન પર્વ ની મીઠાઈ પ્રિયવદનભાઈ શાહ ગાંધીનગર અને દિપીકાબેન પટેલ દ્રારા આપવામાં આવી હતી.ળકોએ વીર જવાનો ને તિલક, પૂજન અને રક્ષા બાંધી માં નડેશ્વરી ને પ્રાર્થના કરી કે વીર જવાનો ની રક્ષામાં તારા આશીર્વાદ સદાય વહેતા રહે બાળકો ને સાંજે પરેડમાં સામેલ કરવામાં આવ્યા તેમજ બાળકો દ્રારા વિવિધ દેશભક્તિ ગીતો અને ડાન્સ રજુ કર્યા હતા સમગ્ર ઝીરો બોડર રક્ષાબંધન પર્વ ના રંગે રંગાયું હતું.


ડૉ બી આર દેસાઈ જણાવેલ કે બી ડી સાર્વજનિક વિધાલય, એન એસ સુરમ્ય બાળવાટિકા પ્રા શાળા, બી ડી ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિઅન દ્રારા શાળા ના ઇતિહાસમાં પ્રથમ વખત રક્ષાબંધન પર્વ ઉજવવા ની મંજૂરી સીમા સુરક્ષા દ્રારા મળેલ છે ત્યારે આ પર્વ વીર જવાનો સાથે ઉજવવા નો અવસર પ્રાપ્ત થયો ત્યારે આ દીકરી આજે સાવરે તેમના પરિવાર સાથે પર્વ ઉજવવા ના બદલે માં ભોમ ની રક્ષા કરતા જવાનો સાથે ઉજવવા કટ્ટી બદ્ધ થયા તે બાળકો ને પણ અભિનંદન પાઠવું બાળકોમાં દેશભક્તિ ના મૂલ્યો નું સિંચન કરવા માતે શાળા હરહંમેશા શિક્ષણ ની સાથે સાથે અને શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ કરે છે ત્યાં શાળા પરિવાર દ્રારા જવાનો નું સન્માન પણ બાળકો ની હાજરીમાં કરવામાં આવ્યું છે. આ પ્રવુતિમાં સહકાર આપનાર બી એસ એફ ટીમ અને દેસાઈ ભીખાભાઇ નો પણ આભાર વ્યક્ત કરીએ છીએ પ્રવુતિ કન્વીનર એન જે પટેલ અને જે બી પટેલ ને પણ અભિનંદન આપું છું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.