પાટણમાં નવા ગંજબજાર ખાતે મહિલાઓ માટે વિનામૂલ્યે મોટર ડ્રાઈવીંગ તાલીમનો પ્રારંભ

પાટણ
પાટણ

પાટણ એ.પી.એમ.સી. હોલ, નવા ગંજબજાર ખાતે સાંસદ ભરતસિંહજી ડાભીનાં અધ્યક્ષસ્થાને “વિના મૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા તાલીમાર્થીઓ તાલીમ લેવા જોડાયા હતા.આત્મનિર્ભર નારી અંતર્ગત “વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ” એ સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર પાટણ સાંસદ દ્વારા આટલી વિશાળ સંખ્યામાં પાટણ લોકસભા મતવિસ્તારની નારી શક્તિને આત્મનિર્ભર કરવાના આશયથી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો છે.આત્મનિર્ભર નારી અંતર્ગત “વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ”માં 550થી વધુ મહીલાઓએ આ નવતર અભિયાનમાં નોધણી કરાવેલ છે. આ નવતર અભિયાનમાં ત્રણ તબક્કા વાર વિના મુલ્યે તાલીમ આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 200 મહિલાઓને તાલીમ આપવામાં આવશે ત્યારબાદ બાકી રહેતી મહિલાઓને બે તબક્કામાં તાલીમ આપીને આત્મનિર્ભર કરવામાં આવશે. આત્મનિર્ભર નારી અંતર્ગત “વિનામૂલ્યે મોટર ડ્રાઈવિંગ તાલીમ”નું આયોજન કરવામાં આવેલ છે. આનો આશય પોતાના મતવિસ્તારની મહિલાઓ આત્મનિર્ભર બને અને મહિલા સશક્તિકરણની દિશામાં આગળ વધે અને પોતાના પરિવાર તેમજ સમાજને મદદરૂપ થઈ શકે. સમગ્ર ભારતમાં પોતાના સંસદીય મતવિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર કરવાના પ્રયત્ન બદલ માન. સાંસદ ભરતસિંહ ડાભીને “વર્લ્ડ બુક્સ ઓફ રેકોર્ડસ – લંડન” સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં પણ આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.