પાટણની શેઠ એમ.એન.હાઈસ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ઈંગ્લીશના વર્ગોનો પ્રારંભ

પાટણ
પાટણ

શિક્ષણની ગુણવત્તા વધારવા અને વિદ્યાર્થીઓને મૂલ્યવાન ભાષા કૌશલ્યથી સજ્જ કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલા તરીકે ઉત્તર ગુજરાત યુવક મંડળ, સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં 4 સપ્ટેમ્બર 2023 ને સોમવારનાં રોજ નિઃશુલ્ક સ્પોકન ઇંગ્લિશ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો.પાટણ જિલ્લાના શિક્ષણના વડા એવા જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી દ્વારા રીબીન કાપી વર્ગની શરૂઆત કરવામાં આવી હતી. ઉદઘાટન કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત યુવક મંડળના વહીવટી દિનેશભાઈ પટેલ, શાળાના આચાર્ય ધનરાજ ભાઈ ઠક્કર, સ્ટાફ મિત્રો તથા વિધાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.પાટણ જિલ્લા ના Deo અશોકભાઈ ચૌધરીએ પોતાના સંબોધન માં જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓ માં સ્પોકન ઇંગ્લિશના વર્ગો શરુ કરવાની નવતર પહેલ કરવા બદલ શાળા ને તેમજ નવનિયુક્ત આચાર્ય ધનરાજભાઈ ઠક્કર ને અભિનંદન પાઠવ્યા હતા.તેમજ અત્રે તેમણે વિદ્યાર્થીઓ ને જણાવ્યું કે આ વર્ગ માં જે શીખવાના છો તે પરીક્ષાનું ભારણ નથી. આ વર્ગમાં તમે સારી રીતે તૈયાર થશો તો આપ અંગ્રેજી ભાષાથી સમૃદ્ધ થશો,જેના કારણે ઉચ્ચ શિક્ષણમાં જવાનુ થાય ત્યારે જેમ કે C.A, IIT અથવા અન્ય અભ્યાસમાં જ્યાં અંગ્રેજી માધ્યમ જ હોય છે તો ત્યાં સરળતાથી સારી રીતે આપ આગળ વધી શકો.


રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 અંતર્ગત આપણા દેશ ના બાળકો વિશ્વ ના બાળકો સાથે કદમ મિલાવી શકે તેમની સાથે હરીફાઈ માં ટકી શકે તેવા શુભ આશય થી આ વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.આજનાં સમયમાં વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી શીખવા અને વિદેશમાં શિક્ષણ મેળવવા અને ત્યાં સ્થાયી થવા માટે ગાંધીનગર-અમદાવાદ જેવા શહેરોમાં IELTS કલાસોની મોંઘીદાટ ફી ભરી રહ્યાં છે. ત્યારે અમારી શાળાનાં બાળકો ને મોંઘીદાટ ફી ભરીને આવા કલાસ ન કરવા પડે અને ઘેર બેઠાજ ગંગા એટલેકે શાળા માંજ તેમને સ્પોકન ઈંગ્લીશ શીખવા મળે તેઓ વિચાર શાળાના નવ નિયુક્ત આચાર્ય ધનરાજભાઈ ઠક્કર ને આવ્યો અને તેમણે શાળા ના અંગ્રેજી વિષયના મદદનીશ શિક્ષક પાર્થ ભાઈ ને સ્પોકન ઈંગ્લીશ ના વર્ગો શાળા માં શરૂ કરવાનું સૂચન કર્યું હતું અને પાર્થ ભાઈએ આ સૂચનને સ્વીકારી શાળા ના બાળકો માટે એક આગવી પહેલ શરૂ કરી છે.નિઃશુલ્ક સ્પોકન ઇંગ્લિશ વર્ગની શરૂઆત એ સર્વગ્રાહી શિક્ષણ પ્રદાન કરવાની શેઠ એમ.એન. હાઈસ્કૂલની બાળકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે, જે શાળા ના બાળકોને વૈશ્વિક પ્રતિસ્પર્ધા માટે તૈયાર કરશે. સ્પોકન ઇંગ્લિશ એ માત્ર આવશ્યક સંદેશાવ્યવહાર કૌશલ્ય જ નથી પરંતુ શૈક્ષણિક અને વ્યાવસાયિક સફળતા માટેનું મુખ્ય પરિબળ પણ છે. આ પહેલનો ઉદ્દેશ ભાષાના અંતરને દૂર કરવાનો અને વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં અભિવ્યક્ત કરવાની ક્ષમતા સાથે સશક્તિકરણ કરવાનો છે.સ્પોકન ઇંગ્લીશ વર્ગોનું આયોજન શાળાનાજ અંગ્રેજી શિક્ષક પાર્થકુમાર જયંતિભાઈ જોષી દ્વારા શાળા સમય સિવાયનાં વધારાનાં સમયમાં આયોજિત કરવામાં આવશે, જે શિક્ષક પાર્થભાઈ ની વિદ્યાર્થીઓ પ્રત્યેની ઉમદા લાગણીઓઅને સાચા કર્મયોગી હોવાનું પ્રતિપાદિત કરે છે. અંગ્રેજી શીખવાની આનંદપ્રદ અને રસપ્રદ પદ્ધતિ અને ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા વિદ્યાર્થીઓનો અંગ્રેજી પ્રત્યેનો અણગમો દૂર થશે. અંગ્રેજી બોલવા, સાંભળવા, વાંચન અને લેખન કૌશલ્યો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા પર સારી રીતે પકડ મેળવી શકે.આ પહેલ દ્વારા શેઠ એમ.એન. હાઈસ્કૂલે સમગ્ર જિલ્લામાં અને રાજ્ય ની ગ્રાન્ટેડ શાળાઓ માં એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.